Kishwer Merchant monokini look: કિશ્વર મર્ચન્ટ હમણાં જ બાલીમાં વેકેશન એન્જૉય કરીને પરત ફરી છે, સોશ્યલ મીડિયા પર સતત તેના વેકેશનની પીક્સ વાયરલ થઇ રહ્યાં છે. તાજેતરમાં જ કિશ્વર મર્ચન્ટે પિન્ક મોનોકિનીમાં પોતાની સુંદર તસવીરો પૉસ્ટ કરી છે, કિશ્વર મર્ચન્ટનો આ લૂક દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે. 


ફ્લફી સ્લીવ્સની સાથે ડીપ નેક મોનોકિનીમાં કિશ્વર મર્ચન્ટ એકદમ હૉટ લાગી રહી છે. તસવીરો પર કૉમેન્ટ કરતાં દર્શકોનુ માનવુ છે કે, માનિકની માં તો તેની ગર્લફ્રેન્ડથી પણ વધુ હૉટ છે. ખરેખરમાં, 'કૈસી હૈ યારિયાં કા સિઝન 4' વૂટ પર સ્ટ્રીમ કરવામાં આવી ચૂકી છે. આ શૉમાં કિશ્વર મર્ચન્ટ પાર્થ સમથાનની માંની ભૂમિકા ભજવી રહી છે.  






આ શૉમાં કિશ્વર મર્ચન્ટની ભૂમિકા મુખ્ય છે, તે શૉમાં માનિક મલ્હોત્રાની માંની ભૂમિકા નિભાવી રહી છે. કિશ્વર મર્ચન્ટના પાત્રનુ નામ શૉમાં વિરોનિકા રાખવામાં આવ્યુ છે. વિરોનિકાનો આ રૉલ ખુબ બૉલ્ડ અને નેગેટિવ છે, પરંતુ દર્શકો કિશ્વર મર્ચન્ટને ખુબ પ્રેમ કરી રહ્યાં છે.






સોશ્યલ મીડિયા પર સતત 41 વર્ષીય એક્ટ્રેસની વેકેશનની તસવીરો પણ ખુબ વાયરલ થઇ રહી છે. કિશ્વર મર્ચન્ટ પોતાની ફિટનેસનુ ખાસ ધ્યાન રાખે છે, અને પોતાના સેક્સી ફિગરને મેઇન્ટન રાખે છે.