મુંબઇઃ ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસમાંની એક સુરભિ ચંદાના (Surbhi Chandna)ના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લૂક હંમેશા લોકોને આકર્ષે છે. સુરભિ (Surbhi) ફેન્સને પોતાના સિઝલિંગ અવતારથી દિવાના બનાવવાનુ નથી ચૂકતી. ઉલ્લેખનીય છે કે, સુરભિ ચંદાના (Surbhi Chandna) સોશ્યલ લવર છે, અને પોતાની તસવીરો અને વીડિયો અવારનવાર ફેન્સની સાથે શેર કરતી રહે છે. હવે હાલમાં સુરભિએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે ચર્ચામાં આવી ગયો છે. વીડિયોમાં સુરભિ ચંદાના (Surbhi Chandna)નો એકદમ સ્ટાઇલિશ અંદાજ જોવા મળી રહ્યો છે, જેને જોઇને ફેન્સ ફિદા થઇ ગયા છે. 


તાજેતરમાં જ સુરભિ ચંદાનાએ ઇન્સ્ટાગ્રામ (Surbhi Chandna Instagram) પર જે વીડિયો શેર કર્યો છે, તે તેના લેટેસ્ટ ફોટોશૂટનો બીટીએસ વીડિયો છે. આ વીડિયોમાં સુરભિ શિમરી આઉટફિટ પહેરીને દેખાઇ રહી છે, જેમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી છે. એટલુ જ નહીં વીડિયોમાં જે સૌથી વધુ મજેદાર વાત છે તે એ છે કે સુરભિ ચંદાના (Surbhi Chandna) પણ ટ્રેન્ડનો ફોલો કરતા ફોટોશૂટ છોડીને ઉ અંટાવા (oo Antava ) પર ડાન્સ કરતી દેખાઇ રહી છે. વીડિયોમાં સુરભિ ચંદાના (Surbhi) ના કિલર મૂવ્સને જોઇને તમે પણ તેના ફેન બની જશો. 






નાગિન એક્ટ્રેસે આ વીડિયો શેર કરતા એક શાનદાર કેપ્શન પણ આપ્યુ છે. કેપ્શનમાં સુરભિ ચંદાના (Surbhi Chandna) એ લખ્યું છે- જો તમે શૂટના વચ્ચે મારુ ફેવરેટ સોન્ગ પ્લે કરો છો તો તમે મને ડાન્સ કરતા બિલકુલ પણ નથી રોકી શકતા. સુરભિના આ વીડિયોને હજારોમાં લાઇક્સ અને કૉમેન્ટ મળી રહી છે. વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.