Nandish Singh Sandhu Brother Onkar Sandhu Death: ઉત્તરન ટીવી શોના સ્ટાર રહેલા નંદિશ સંધુના( Nandish Sandhu) ભાઈ ઓંકાર સિંહ સંધુનું નિધન થયું છે. આ સમાચાર બાદ સંધુ પરિવારના નજીકના સંબંધીઓ આઘાતમાં છે. આ સમાચારની જાણકારી ખુદ અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા આપી છે. આ પોસ્ટની સાથે તેણે પોતાના ભાઈ માટે હૃદય સ્પર્શી શબ્દો લખ્યા છે. જણાવી દઈએ કે નંદિશનો ભાઈ ઓમકાર કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતો. આવી સ્થિતિમાં ઓમકારે 28 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા. નંદિશના ભાઈના અંતિમ સંસ્કાર પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં થયા હતા.
અભિનેતાએ ભાઈ માટે હૃદય સ્પર્શી પોસ્ટ લખી
નંદીશે ( Nandish Sandhu) પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે પોતાનું દુઃખ શેર કર્યું છે. તેણે કહ્યું કે હવે તેનો ભાઈ ઓમકાર નથી રહ્યો. ઓમકારની હસતી તસવીર શેર કરીને તેણે તેના ભાઈને વિદાય આપી. અભિનેતાએ તેના ભાઈ માટે ભાવનાત્મક રીતે લખ્યું, 'આ રીતે તમને હંમેશા યાદ કરવામાં આવશે મારા પ્રિય, હંમેશા હસતા, વિશ્વમાં ખુશીઓ ફેલાવતા, અમારા જીવનને સ્પર્શતા, તમે સાચા ફાઇટર છો. ચાલો ફરી કોઈ દિવસ મળીશું દુનિયાની પેલી પાર, તમે અમને બધાને લડતા શીખવ્યું છે, અંત સુધી તે પણ મોટા સ્મિત સાથે.'
સેલેબ્સ આપી સંધુ પરિવારને સાંત્વના
કોમેડિયન ભારતીએ નંદિશના ભાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું- 'RIP'. અંકિતા લોખંડેએ લખ્યું- તેમની આત્માને શાંતિ મળે, નંદિશ, તને આ દુઃખ સામે લડવાની શક્તિ મળે. મજબુત રહો. અભિનેત્રી આકાંક્ષા પુરીએ લખ્યું- આ એક મોટી ખોટ છે, જાણીને ખૂબ દુખ થયું, તમારા પરિવારને આ મુશ્કેલ સમયમાં શક્તિ મળે. શરદ મલ્હોત્રાએ લખ્યું- ઓમ શાંતિ. પૂજા ગોરે લખ્યું- સાંભળીને ખૂબ દુઃખ થયું. તમારા પરિવારને શક્તિ મળે.