Vaani Kapoor Photos: બૉલીવુડ એક્ટ્રેસ વાણી કપૂર પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે, હવે તેનો નવો લૂક સામે આવ્યો છે, મોડી રાત્રે એક એવોર્ડ ફન્ક્શનમાંથી તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે. ઓફ શૉલ્ડર બ્લૂ ગાઉનમાં વાણી કપૂરની આ તસવીરો લૉયન ગૉલ્ડ એવોર્ડ ફન્ક્શનની છે, જ્યાં એક્ટ્રેસે પોતાના હૂસ્નનો જલવો બતાવ્યો છે.  


વાણી કપૂરને આ એવોર્ડ ફન્કશનમાં તેની ફિલ્મ 'ચંડીગઢ કરે આશિકી' માટે સન્માનિત કરવામાં આવી, એક્ટ્રેસે આ તસવીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, વાણી કપૂર તાજેતરમાં જ ફિલ્મ 'શમશેરા'માં દેખાઇ હતી, બૉક્સ ઓફિસ પર આ ફિલ્મ એકદમ ફ્લૉપ સાબિત થઇ હતી.  






'શુદ્ધ દેસી રોમાન્સ'થી બૉલીવુડ ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ વાણી કપૂરની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. તેના ફેન્સને એક્ટ્રેસના સોશ્યલ મીડિયા પૉસ્ટનો ઇન્તજાર રહે છે. વાણી કપૂરે બૉલીવુડમાં સિલેક્ટેડ ફિલ્મો જ કરી છે, પરંતુ પોતાના અભિનયથી તેને દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. 






વાણી કપૂરએ 'બેફિક્રે', 'વૉર', 'ચંદીગઢ કરે આશિકી', 'બેલ બૉટમ' અને 'શમશેરા' જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. વાણી કપૂરની સુંદરતા, ગ્લેમર અને તેનો દરેક અંદાજ તેના ચાહકોને ખાસ લાગે છે સોશ્યલ મીડિયા પર પણ એક્ટ્રેસ ખુબ એક્ટિવ રહે છે.