Megha Gupta: ટીવીની સ્ટાર અભિનેત્રીઓ સામેલ મેઘા ગુપ્તા આજકાલ ફરી એકવાર ચર્ચામા છે, તે પોતાની હૉટ અદાઓ અને ફિટ ફિગરને લઇને ચર્ચામાં છે. આ વખતે એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેને બિકીની લૂક જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ બિકીની પહેરીની પાણીમાં નહાતી દેખાઇ રહી છે. આમ તો મેઘા ગુપ્તા (Megha Gupta) પોતાના સિઝલિંગ અંદાજ માટે જાણીતી છે, પરંતુ આ વખતે તે બૉલ્ડનેસની તમામ હદો પાર કરતી જોવા મળી રહી છે. 

Continues below advertisement


મેઘા ગુપ્તા આ તસવીરોમાં બ્રાઉન બિકીનીમાં પાણીમા મસ્તી કરતી જોવા મળી રહી છે. મેઘા ગુપ્તા પોતાની તસવીરો અને વીડિયોની સાથે પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ખુબ ચર્ચામાં રહે છે. મેઘા ગુપ્તા કુસુમ, કાવ્યાંજલિ, કુમકુમ એક પ્યારા સા બંધન, યહાં મે ઘર ઘર ખેલી, અને યે હૈ આશિકી જેવા કેટલીય શૉમાં દેખાઇ ચૂકી છે. 






મેઘા ગુપ્તાની આ તસવીરો જોયા બાદ સોશ્યલ મીડિયા પર લોકો તેની જબરદસ્ત રીતે પ્રસંશા કરી રહ્યાં છે. ફેન્સ એક્ટ્રેસેની અદાઓ પર ફિદા થઇ ગયા છે. ટીવી ઉપરાંત મેઘા ગુપ્તા બૉલીવુડમાં પણ હાથ અજમાવી  ચૂકી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ફેનથી તેને પોતાનુ બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ.