દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસ કેસના આંકડા 1 કરોડ 23 લાખને પાર પહોંચી ગયા છે. તે જ સમયે, મહારાષ્ટ્ર(Maharashtra)ના મુંબઇ(Mumvai)માં કોરોનાનો સૌથી વધારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. બીજી વખત ગતિ પકડનારા કોરોના ચેપથી બોલીવુડના ઘણા સેલેબ્સ સંક્રમિત થયા છે. સંગીતકાર બપ્પી લહિરી અને અભિનેત્રી આલિયા ભટ્ટને કોરોના ચેપ લાગ્યાં બાદ અભિનેતા કાંચી સિંહ(Kanchi singh)ને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
અભિનેત્રી કાંચી સિંહને કોરોના ચેપ લાગ્યો
'યે રિશ્તા ક્યા કહેવાતા હે' ટીવી સીરીયલ એક્ટ્રેસ કાંચી સિંહને કોરોના ચેપ લાગ્યો હોવાનું કહેવામાં આવે છે. તે પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે ભોપાલમાં હતી, જેને કમનસીબે ચાલી રહેલા રોગચાળા ના કારણે તે કોરોનાની જપેટમાં આવી ગઈ. તે કોરોના ટેસ્ટમાં પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે પછી તેને આઇસોલેશનમાં રાખવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર આપેલી માહિતી
આ માહિતી ખુદ અભિનેત્રી કાંચી સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે. તેણે તેના મિત્રો, ચાહકો અને શુભેચ્છકોને જાણ કરી કે કમનસીબે તેને કોરોના ચેપ લાગ્યો છે.
આ પછી, તેણે પોતાને અલગ કરી દીધી છે અને ઘરમા ક્વોરેટિંન છે. તેણી કહે છે કે તે તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી રહી છે. તેમણે પોતાના ચાહકોને કોરોના સામે લડવાની પ્રેરણા આપી અને કહ્યું કે આપણે ઘરની અંદર રહીને આ વાયરસ સામે લડી શકીએ છીએ.
રૂપાલી ગાંગુલી કોરોના વાયરસથી સંક્રમિત
ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly)પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતી. રૂપાલી ટીવીની સૌથી હિટ અને ટીઆરપી લિસ્ટમાં નંબર વન શો ‘અનુપમા’(Anupamaa)માં લીડ રોલ ભજવી રહી છે. રૂપાલી સિવાય આશીષ મેહરોત્રા (Aashish Mehrotra) પણ કોરોના થયો છે. આશીષ શોમાં અનુપમાના મોટા દિકરાની ભૂમિકા ભજવી રહ્યો છે.
આશિષ થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયો હતો. ત્યારબાદ તેણે તેની ટીમને તેની જાણકારી આપી હતી. 2 એપ્રિલની સવારે રૂપાલી (Rupali Ganguly)એ જાણકારી આપી હતી કે, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેનામાં હળવા લક્ષણો છે. રૂપાલીએ એક પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી હતી. રૂપાલી હાલમાં સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગઈ છે. આ સિવાય શોના અનેક કાસ્ટ અને ક્રૂ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.