ગુંટૂરઃ તેલુગુ અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું આજે સવારે 74 વર્ષની વયે આંધ્રપ્રદેશના ગુંટૂર સ્થિત તેમના નિવાસ સ્થાને હાર્ટ અટેકથી નિધન થયું હતું. 8 મે, 1946ના રોજ જન્મેલા જયપ્રકાશ રેડ્ડીએ ફિલ્મ બ્રહ્મપુત્રુડુથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પોતાના વિલન અને કોમેડી રોલ્સ માટે જાણીતા જય પ્રકાશ રેડ્ડીના નિધનથી સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ પણ તેમના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આગવી શૈલીની બોલી સાથે તેમણે એક વિશેષ ઓળખ બનાવી હતી.


મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બાથરૂમમાં હાર્ટ અટેકનો હુમલો આવવાથી તેઓ ત્યાં પડી ગયા હતા. તેમમે પ્રેમિંચુકુંદરામ રા, સમરસિંહા રેડ્ડી, જયમ મનદેરા, ચેન્નકેશવરેડ્ડી, સીતચ્યા, છત્રપતિ, ગબ્બરસિંગ, નાયક, રેસુર્ગુરમ, મનમ, ટેમ્પર, સરૈનોડુ સહિત અન્ય ફિલ્મોમાં અભિનય કર્યો છે. છેલ્લી વખત તેઓ મહેશ બાબુની ફિલ્મમાં નજરે પડ્યા હતા.



1988થી જયપ્રકાશ રેડ્ડી દક્ષિણની ફિલ્મોમાં સક્રિય રહ્યા છે. તેમણે કરિયરમાં 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. જયપ્રકાશના નિધનના સમાચાર સાંભળી તેમના ચાહકો સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

જયપ્રકાશે વરિષ્ઠ અને યુવા કલાકારો સાથે અભિનય કર્યો છે. તેમણે અભિનયથી દર્શકોનું દિલ જીત્યું હતું. ખલનાયક, કોમેડિયન, કેરેકટર આર્ટિસ્ટ તરીતે જયપ્રકાશ રેડ્ડીએ લાખો પ્રશંસકોનું મનોરંજન કર્યુ છે.

Corona Vaccine: રશિયામાં આમ જનતાને મળી કોરોના વેક્સીનની પ્રથમ બેચ, ભારત સહિત પાંચ દેશોમાં થશે ક્લિનિકલ ટ્રાયલ