મુંબઇઃ શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે થોડાક દિવસો પહેલા એક્ટ્રેસ કંગના રનૌતને મુંબઇમાં ના આવવાની ધમકી આપી હતી, આ પછી કંગના કહ્યું હતું કે મુંબઇ કોઇના બાપની નથી, અને 9 સપ્ટેમ્બરે તેને મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો હતો. આ વાતને લઇને શિવસેનાએ ખુબ વિરોધ કર્યો હતો.


આ બધાની વચ્ચે હવે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્રીય હૉમ મિનીસ્ટ્રીએ કંગનાને આ સુરક્ષા આપી છે. આ માટે કંગનાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

કંગના રનૌતે ટ્વીટ કરીન વાય કેટેગરીની સુરક્ષા મળવાની પુષ્ટી કરી છે, કંગનાએ કહ્યુ કે, આ પ્રણામ છે કે હવે કોઇ દેશભક્ત અવાજને કોઇ ફાસીવાદી નથી કચડી શકતો, હું અમિત શાહજીની આભારી છુ તે ઇચ્છતા, તો પરિસ્તિતિ બાદ થોડાક દિવસો પછી મુંબઇ જવની સલાહ આપતા પરંતુ તેમને ભારતની દીકરીના વચનોનુ માન રાખ્યુ, અમારા સ્વાભિમાન અને આત્મસન્માનની લાજ રાખી, જય હિન્દ....



થોડા સમય પહેલા કંગના રનૌતે એક ટ્વીટ કરીને મુંબઇમાં જવાનો પડકાર ફેંક્યો હતો, કંગનાએ ટ્વીટમાં લખ્યું- હું જોઇ રહી છું કેટલાક લોકો મને મુંબઇ પાછી ના આવવાની ધમકી આપી રહ્યાં છે, એટલા માટે મે નક્કી કર્યુ છે કે 9 સપ્ટેમ્બરે મુંબઇ આવીશ. હું મુંબઇ એરપોર્ટ પર પહોંચીને ટાઇમ પૉસ્ટ કરીશ, કોઇના બાપમાં હિંમત હોય તો રોકી લો.

એક અધઇકારીએ જણાવ્યું કે, કંગના બોલિવૂડની પ્રથમ એક્ટ્રેસ હશે જેની સુરક્ષા સીઆરપીએફ કમાન્ડો કરશે. સીઆરપીએફના જાવનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણીની પણ સુરક્ષા કરે છે. મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સુરક્ષા મળી છે જ્યારે નીતા અંબાણીને વાય પ્લસ સુરક્ષા મળી છે. જોકે આ માટે મુકેશ અંબાણી સરકારને રકમ ચૂકવે છે.

જોકે કંગનાને મળનારી સુરક્ષા માટે કંગના કોઈ રકમ ચૂકવશે કે નહીં તે ખબર નથી. વાય પ્લસ શ્રેણીની સુરક્ષામાં 10-11 કમાન્ડો 24 કલાક અલગ અલગ શિફ્ટમાં કંગનીની સુરક્ષા કરશે.

આ કમાન્ડોમાંથી કંગનાની સાથે કોઈપણ જગ્યાએ આવવા જવા પર તેની સાથે બે ત્રણ સશસ્ત્ર પીએસઓ (વ્યક્તિગત સુરક્ષા અધિકારી) હશે, જ્યારે અન્ય કર્મી તેના ઘરે સુરક્ષામાં હાજર રહેશે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, તેના ઘરે હાજર કર્મચારીને ત્યાં આવતી દરેક વ્યક્તિનની પહોંચ મર્યાદિત કરવાનો અધિકાર હશે. કંગનાના સુરક્ષા કર્મીઓ માટે એક એસ્કોર્ટ વાહન પણ મળાની સંભાવના છે.

નોંધનીય છે કે, બોલિવૂડના અન્ય કલાકારોને મહારાષ્ટ્ર પોલીસ તરફથી સુરક્ષા મળે છે અથવા તો ખાનગી સુરક્ષા એજન્સીઓની સેવા લેતા હોય છે.