Bold Hina: ટીવીની જાણીતી એક્ટ્રેસ હિના ખાન આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ ગઇ  છે. તે પોતાની નવી નવી તસવીરો અને વીડિયોથી ફેન્સના દિલ જીતી રહી છે. હાલમાં તે વેકેશન એન્જૉય કરવા થાઇલેન્ડ પહોંચી છે. ત્યાંથી તેની દિલકશ તસવીરો સામે આવી છે. હિના ખાને તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સુદરતા અને બૉલ્ડનેસથી છલકાઇ રહી છે. 


હિના ખાન હાલમાં થાઇલેન્ડમાં છે અને ત્યાં તે વેકેશન એન્જૉય કરી રહી છે. તેના સેક્સી બિકીની પૉઝ હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યાં છે. તસવીરોમાં હિના ખાન પહાડો અને હરિયાણીની વચ્ચે હૉટ અવતાર બતાવી રહી છે. હિના પોતાના વેકેશનને ખુબ એન્જૉય કરી રહી છે. તસવીરોમાં હિના ખાને ફ્લૉરલ પ્રિન્ટેડ બિકીની ડ્રેસ પહેરેલો છે, એટલુ જ નહીં તે એક નાવડી પર બેસેલી છે, અને તેની  આસપાસ સુંદર નજારાને નીહાળી રહી છે.






આ તસવીરો શેર કરતાં એક્ટ્રેસ હિના ખાને કેપ્શન આપ્યુ છે, પ્રકૃત્તિ ઉપચારાત્મક છે... તમે ક્યાંય પણ જાઓ છો... કોઇને કોઇ રીતે તમારો ભાગ બની જાય છે.. થોડુ લીધુ છે અને થોડુ છોડી દીધુ છે..


















---