Raveena Tandon Buying New Thar: બૉલીવુડ અભિનેત્રી રવીના ટંડન લેવિશ લાઇફસ્ટાઇલની શોખીન છે, આલીશાન ઘરની સાથે સાથે ગેરેજમાં ઉભી રહેલી કિંમતી ગાડીઓ એક્ટ્રેસની આ રૉયલ લાઇફનો એક મુખ્ય ભાગ છે. રવીના ટંડન કાર કલેક્શનમાં ખુબ રૂચિ રાખે છે, હવે એક્ટ્રેસે આ ગેરેજમાં વધુ એક ગાડીની એન્ટ્રી કરવાનો ફેંસલો કર્યો છે, અને તે બીજી કોઇ નહીં આ ગાડી મહિન્દ્રા થાર છે, આ માટે રવીના ટંડને સોશ્યલ મીડિયા પર એક ટ્વીટ કર્યુ છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. દિલચસ્પ વાત એ છે કે, આ ટ્વીટ પર આનંદ મહિન્દ્રાએ પણ રિએક્શન આપ્યુ છે. 


આનંદ મહિન્દ્રાનો વીડિયો વાયરલ - 
મહિન્દ્ર ગૃપના ચેરમેન અને જાણીતા બિઝનેસ મેન આનંદ મહિન્દ્રા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને દરરોજ કંઇક ને કંઇક નવુ સેર કરતા રહે છે. હવે તેમને રવીના ટંડનના એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ ‘ક્લબ મહિન્દ્રા’નું એન્ડૉર્સમેન્ટ કરતી દેખાઇ રહી છે.


વીડિયોમાં એક જગ્યાએ રવીના ટંડન કહે છે કે આ તમામ સુવિધાઓ 80 થી વધુ રિસૉર્ટમાં અવેલેબલ છે. આના પર રવીના ટંડનને ટેગ કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું- “હું અત્યાર સુધી આમાંથી 10% રિસોર્ટમાં પણ નથી ગયો, પરંતુ હવે તમે મને મનાવી લીધો રવીના ટંડન, હું મારી બેગ પેક કરી રહ્યો છું.”






નવી થાર ખરીદી રહી છે રવીના ટંડન - 
આનંદ મહિન્દ્રાના આ ટ્વીટ પર રવીના ટંડને જવાબ આપ્યો અને તેમને થાર ખરીદવાની વાત કહી છે, એક્ટ્રેસે લખ્યું- સર, હું પણ હિસ્સો બની રહી છું, અને એક નવી મહિન્દ્રા થાર ખરીદવાની છુ. મે આ ગાડીથી કાર ચલાવવાનુ શીખ્યુ હતુ, અને કૉલેજના દિવસોમાં પણ મારી પાસે પહેલી ગાડી આ જ હતી, અને આ વસ્તુને હું કન્ટીન્યૂ કરવાની છું. 


 


આ પણ વાંચો.......... 


WhatsApp Features: હવે માત્ર ચેટિંગ એપ નહીં, વોટ્સએપ બની રહ્યું છે સુપર એપ, JioMart સાથે મળીને શરૂ કરી આ ખાસ સેવા


Gautam Adani : દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, આ સ્થાને પહોંચનાર એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા


China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ


GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત


Rohit Sharma Asia Cup: હોંગકોંગ વિરુદ્ધ જીત મેળવતા જ રોહિત શર્મા બનાવશે મોટો રેકોર્ડ, ધોનીને પાછળ છોડી દેશે


Horoscope Today 30 August 2022: આજે આ 5 રાશિ પર ગ્રહોની ચાલની પડશે મોટી અસર, જાણો કેવો રહેશે તમારો દિવસ


Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?