The Buckingham Murders OTT Release: રીના કપૂર ખાનની 'ધ બકિંધમ મર્ડર્સ' તાજેતરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં કરીના કપૂરની જોરદાર એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા, જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. હવે, તેની થિયેટરમાં રિલીઝના 2 મહિનાથી ઓછા સમયમાં, આ ફિલ્મ OTT રિલીઝ માટે તૈયાર છે. ચાલો જાણીએ કે આ ક્રાઈમ ડ્રામા OTT પર ક્યારે અને ક્યાં રિલીઝ થશે?


 OTT પર 'ધ બકિંધમ મર્ડર્સ' ક્યારે અને ક્યાં રિલીઝ થશે?


હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત 'ધ બકિંધમ મર્ડર્સ' કરીના કપૂરે પોતાની અભિનય પ્રતિભા બતાવી છે, જ્યારે આ ફિલ્મ નિર્માતા તરીકે કરીનાની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મના ટ્રેલર પછી એવું લાગી રહ્યું હતું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે, પરંતુ દર્શકોએ તેને નકારી કાઢી. હવે તેની થિયેટરમાં રિલીઝ થવાના 2 મહિના કરતાં પણ ઓછા સમય પછી, ધ બકિંગહામ મર્ડર્સ આ શુક્રવારે એટલે કે 8મી નવેમ્બરે OTT જાયન્ટ Netflix પર પ્રીમિયર માટે તૈયાર છે. આ કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ OTT સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર મધ્યરાત્રિએ રિલીઝ થશે.


 




 'ધ બકિંધમ મર્ડર્સ' સ્ટાર કાસ્ટ


આ ફિલ્મમાં કરીના કપૂર ખાને 'જસ ભમરા'નું પાત્ર ભજવ્યું છે. ક્રાઈમ-ડ્રામા થ્રિલર 'ધ બકિંધમ મર્ડર્સ'  એ દિગ્દર્શક હંસલ મહેતા સાથે બેબોનો પ્રથમ સહયોગ છે. આ ફિલ્મમાં સેલિબ્રિટી શેફ-એક્ટર રણવીર બ્રાર દલજીત કોહલીની ભૂમિકામાં છે અને તેની સાથે સંજીવ મેહરા, ઝૈન હુસૈન અને રુક્કુ નાહર મહત્વની ભૂમિકામાં છે.


ઉલ્લેખનિય છે કે,  ખૂબ જ ધૂમધામ વચ્ચે કરીનાની ફિલ્મ 13 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેને દર્શકો અને વિવેચકો તરફથી મોટાભાગે સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. જો કે, આ હોવા છતાં, ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી અને માત્ર 9.63 કરોડ રૂપિયાનું કલેક્શન કરી રહી છે. રિપોર્ટ અનુસાર, 'ધ બકિંધમ મર્ડર્સ' કરીના કપૂરની સૌથી ઓછી કમાણી કરનારી ફિલ્મોમાંથી એક છે.