The Legend Of Hanuman 4: જો તમે પણ એનિમેટેડ ફિલ્મોના ફેન્સ છો, તો તમને ધ લીજેન્ડ ઓફ હનુમાન ખૂબ જ પસંદ આવશે. 3 સફળ સિઝન પછી ધ લિજેન્ડ ઓફ હનુમાન આ મહિનાની શરૂઆતમાં 4થી સિઝન સાથે પરત ફર્યું છે. ત્રણેય સિઝનની જેમ ચોથી સિઝનનો ઉદ્દેશ્ય પણ ફરી એકવાર દર્શકોને આકર્ષવાનો છે. અભિનેતા શરદ કેલકર દ્વારા અવાજ આપવામાં આવેલી આ એનિમેટેડ સીરીઝ હનુમાનને એક સુપરહીરો તરીકે દર્શાવે છે જે તેની ભૂલી ગયેલી શક્તિઓ પાછી મેળવે છે.


ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે ધ લીજેન્ડ ઓફ હનુમાનનો એસિપૉડ 4 
ધ લીજેન્ડ ઓફ હનુમાનનો ચોથો એપિસોડ 20 જૂન એટલે કે આજે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ રિલીઝની જેમ આ એપિસોડ પણ રાત્રે 12 વાગ્યાથી સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ રહેશે. હનુમાનનો ચોથો એપિસોડ જોવા માટે દર્શકો ડિઝની પ્લસ હૉટસ્ટાર પર કોઈપણ પ્લાનને સબ્સ્ક્રાઇબ કરી શકે છે.


કઇ રીતે જોશો ધ લીજેન્ડ ઓફ હનુમાન 4 
આ મૂવી જોવા માટે તમારા ઉપકરણ પર Disney Plus Hotstar એપ ડાઉનલૉડ કરો. કન્ટેન્ટ ઍક્સેસને અનલૉક કરવા માટે એપ્લિકેશન દ્વારા સબ્સ્ક્રિપ્શન પ્લાન ખરીદો. સબ્સ્ક્રાઇબ કર્યા પછી સર્ચ બારમાં 'The Legend of Hanuman' ટાઈપ કરો અને સર્ચ કરો. સિઝન 4 માં એપિસોડ 4 પર ક્લિક કરો અને જોવાનું શરૂ કરો.






શું છે ધ લીજેન્ડ ઓફ હનુમાન 4ની કહાણી 
સિઝન 4માં ધ લીજેન્ડ ઓફ હનુમાન હનુમાનની સેલ્ફ ડિસ્કવરીની યાત્રાને આગળ વધારે છે. આ વખતે સ્ટૉરી એક નમ્ર વાંદરાની છે જે પોતાની દૈવી શક્તિઓને ભૂલી ગયો છે. તેની આસપાસના લોકો તેની અંદર રહેલી દૈવી શક્તિઓને જાગૃત કરે છે અને તેને ભગવાન સાથે જોડવાનો પ્રયાસ કરે છે.


ફરી એકવાર ચાલ્યો શરદ કેલકરના અવાજનો જાદુ 
વૉઈસઓવર આર્ટિસ્ટ દમન બગ્ગને એનિમેટેડ સીરિઝમાં હનુમાનને પોતાનો અવાજ આપ્યો છે. શરદ કેલકરે રાવણને અવાજ આપ્યો છે. અગાઉના એપિસોડમાંથી મળેલા સકારાત્મક પ્રતિસાદથી પ્રેરિત, ધ લીજેન્ડ ઓફ હનુમાન સિઝન 4 એપિસોડ 4ના ડિજિટલ પ્રીમિયર માટે વધુ ઉત્તેજના છે.