મુંબઈ: 27 ડિસેમ્બરે ટીવીના અભિનેતા કુશલ પંજાબીએ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાએ સમગ્ર ઈન્ડસ્ટ્રીઝમાં તમામને ચોંકાવી નાખ્યા હતાં. એક માત્ર પુત્રના મોતથી કુશાલના માતા-પિતા પણ શોકગ્રસ્ત જોવા મળ્યાં હતાં અને તેના નજીકના મિત્રા માટે પણ આ વાત સ્વીકારવી હજી પણ અશક્ય લાગી રાહી છે. જોકે કુશલની મોત બાદ તેમના મોત સાથે જોડાયેલી અનેક જાણકારી બહાર આવી છે.
માનવામાં આવતું હતું કે, કુશાલ તેમના લગ્ન જીવનથી પરેશાન હતો. જોકે હાલમાં જ કુશલના પિતાએ જણાવ્યું હતું કે, આત્મહત્યાની એક રાત પહેલા શું થયું હતું. કુશલે આત્મહત્યા કરી તે પહેલા એક પાર્ટીમાં હાજરી આપી હતી.
એક ખાનગી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, કુશલના પિતાએ કહ્યું હતું કે, આત્મહત્યાની એક દિવસ પહેલા તે બિલકુલ ઠીક હતો. તેણે મારી સાથે ડિનર કર્યું હતું અને ડ્રિંક પણ કર્યું હતું. અમારી વચ્ચે કોઈ ખાસ વાતચીત થઈ નહોતી. તેવી જ વાતો થઈ જે બાપ-બેટાની વચ્ચે થતી હોય છે. પિતાએ વધુમાં કુશલની સીરિયલ ઈન્જરી અંગે પણ જણાવ્યું હતું.
તેમએ કહ્યું હતું કે, કુશલ સર્કિટ રેસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેના ખભાની સર્જરી કરાવાની હતી. જેમાં થોડા સમય સુધી તેણે પોતાના ખભાને બિલકુલ હલાવાનો નહતો. આ પહેલા કુશલના મિત્ર કુશલ ટંડને પણ તેમની માતાની અંગે પણ મીડિયાને બતાવ્યું હતું.
કુશલના નજીકના મિત્ર ચેતન હંસરાજે કહ્યું હતું કે, કુશલના માતા-પિતાએ ફોન કરીને જણાવ્યું હતું કે તેના ફ્લેટનો દરવાજો ખુલતો નથી અને ચાવીવાળાને બોલાવીને દરવાજો ખોલાવી રહ્યા છે.
ત્યાર બાદ કુશલે ફાંસી લગાવાની આત્મહત્યા કરી છે તેવું જાણવા મળ્યું હતું. ચેતન હંસરાજે તે પણ ખુલાસો કર્યો હતો કે, કુશલ તેના લગ્ન જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓથી પરેશાન હતો અને કુશલ તેના પુત્રને બહુ જ પ્રેમ કરતો હતો.
TV અભિનેતાની આપઘાતની એક રાત પહેલા શું થયું હતું? કુશાલ પંજાબીને પિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
abpasmita.in
Updated at:
04 Jan 2020 08:56 AM (IST)
27 ડિસેમ્બરે ટીવીના અભિનેતા કુશલ પંજાબીએ આત્મહત્યા કરી લીધી હતી. એક માત્ર પુત્રના મોતથી કુશાલના માતા-પિતા પણ શોકગ્રસ્ત જોવા મળ્યાં હતાં
- - - - - - - - - Advertisement - - - - - - - - -