રાષ્ટ્રપતિએ અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા
abpasmita.in | 29 Dec 2019 06:00 PM (IST)
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં.
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. અમિતાભ બચ્ચનને વિશ્વ સિનેમામાં આપેલા પ્રદાન બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચન તથા દીકરો અભિષેક બચ્ચન પણ હાજર રહ્યા હતા. 23 ડિસેમ્બરે 66મા નેશનલ એવોર્ડનું વિતરણ થયું હતું પરંતુ તે સમયે અમિતાભ બચ્ચનની તબિયત સારી ના હોવાથી તેઓ આવી શક્યા નહોતાં. તે સમયે ઉપ-રાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુએ એવોર્ડનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ ભારતીય સિનેમાનો સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. આ એવોર્ડ સિનેમા ક્ષેત્રે મોટું યોગદાન આપવા અને કલા ક્ષેત્રમાં મહત્વપૂરઅણ યોગદાન આપવા બદલ આપવામાં આવે છે. આ પહેલા આ સન્માન વર્ષ 2017માં વિનોદ ખન્નાને મળ્યું હતું. તે સિવાય 2015માં ભારત કુમારના નામથી જાણીતા એક્ટર મનોજ કુમારને મળ્યો હતો. 2014માં શિશ કપૂર, 2013માં ગુલઝાર અને 2012માં પ્રણને મળી ચુક્યો છે. વર્ષ 1969માં આ સન્માન સૌથી પહેલા દેવિકા રાણીને આપવામાં આવ્યો હતો.