મુંબઈઃ હોલિવડના સૌથી મોંઘા એક્ટર્સમાંથી એક એવા WWEના જાણીતા રેસલર રહેલ ડ્વેન જોનસને એટલે કે ધ રોકે પોાતની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ લોરેન હશિયન સાથે લગ્ન કર્યા છે. ડ્વેન વર્ષ 2006થી જ લોરેનની સાથે રિલેશનશિપમાં હતા. તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને ખુશખબર આપ્યા છે. ડ્વેને ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં લખ્યું કે, તેણે 18 તારીખે લોરેન સાથે લગ્ન કર્યા.

આમ તો 47 વર્ષના ડ્વેન હોલીવુડના જાણિતા સ્ટાર છે પરંતુ તેમણે પોતાના લગ્ન ખૂબ પ્રાઇવેટ રાખ્યા અને તેમાં ફક્ત નજીકના સંબંધીઓ સામેલ થયા હતા. ધ રોક વર્ષ 2008થી લોરાને ડેટ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે જોનસનના આ બીજા લગ્ન છે.


આ પહેલાં તેમના લગ્ન ડૈની ગાર્સિયા સાથે થયા હતા જે તેમની બિઝનેસ પાર્ટનર પણ હતી. આ પહેલા લગ્નથી ડ્વેનને ત્રણ બાળકો છે. તેમની સૌથી મોટી પુત્રી સિમોન એકેલ્ઝેંડર તાજેતરમાં જ 18 વર્ષની થઇ છે. ડ્વેન અને ડૈની 2007માં સહમતિ સાથે એકબીજાથી અલગ થયા હતા.