Tarak mehata ka ulta chasma: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેઠાલાલની ભૂમિકા સૌને સૌથી વધુ પસંદ આવી રહી છે પરંતુ શું આપ જાણો  છો કે, દિલીપ જોશીએ આ ભૂમિકા માટે એક સમયે ના કહી દીધી હતી. 


તારક મહેતાના કા ઉલ્ટા ચશ્માના કોઇ પણ કિરદારને જોઇ લો, દરેક પાત્રને દર્શકોનો ભરપૂર પ્રેમ મળે છે પછી તે બાઘાની ભૂમિકા અદા કરનાર તન્મય વેકરિયા હોય કે, લીડ રોલ કરનાર જેઠાલાલની ભૂમિકામાં દિલીપ જોશી હોય. આ બધામાં સૌથી ચર્ચિત અને કેન્દ્રમાં જો કોઇ કિરદાર હોય તો જેઠાલાલ છે. તેઓ આ કિરદાર છેલ્લા 12 વર્ષથી નિભાવી રહ્યાં છે. જેઠાલાલની ભૂમિકામાં દિલીપ જોશી આજે દરેક ઘરમાં તેની અલગ ઓળખ બનાવી ચૂકયાં છે પરંતુ શું આપ જાણો છો કે, આ રોલ કરવા માટે એક સમયે દિલીપ જોશીએ ઇન્કાર કરી દીધો હતો. 


આ કારણે કર્યો હતો ઇન્કાર
દિલીપ જોશીને  અસિત મોદીને આ બે ભૂમિકા વિશે જણાવ્યું હતું.  બેમાંથી કોઇ પણ એક પસંદ કરવાનો વિકલ્પ આપ્યો હતો. પહેલી ભૂમિકા હતી બાપુજીની, જેને અમિત ભટ્ટ નિભાવી રહ્યાં છે. બીજી ભૂમિકા જેઠાલાલની હતી. જ્યારે દિલીપ જોશીએ આ બંને ભૂમિકા વિશે સાંભળ્યું તો તેમને એક પણ ભૂમિકા પસંદ ન આવી અને તેમણે બંને રોલ માટે ઇન્કાર કરી દીધો હતો. તેમને એવું પણ લાગતું હતું કે, આ બંને કેરેક્ટર માટે જે વિશેષતા જોઇએ તે તેમનામાં બિલકુલ નથી. જો કે ત્યારબાદ પત્નીના સમજાવવાથી તેમણે આખરે જેઠાલાલની ભૂમિકા માટે સહમતિ દર્શાવી. 


જ્યારે જીવનમાં આવ્યો મુશ્કેલ સમય 
દરેક વ્યક્તિના જીવનમાં સંઘર્ષનો સમય આવે છે. જ્યારે કામની કમી વર્તાય છે અને જરૂરિયાત વધુ હોય છે. દિલીપ જોશી સાથે પણ કંઇક આવું જ થયું હતું. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયેલા પહેલા દિલીપ જોશી લગભગ દોઢ વર્ષ સુધી બેરોજગાર હતા. તે ખૂબ જ મુશ્કેલ સમય હતો. આવી સ્થિતિમાં નિરાશા અને હાર મન પર હાવિ થઇ જાય છે. દિલીપ જોશીની મનની સ્થિતિ પણ કંઇક આવી જ હતી. જો કે તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ઓફરને સ્વીકારી લીધી અને તેમની જિંદગી બદલી ગઇ.