Calcium Deficiency: કેલ્શિયમ શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે હાંડકાને મજબૂત બનાવે છે. નસો, બ્લડ, માંસપેશી અને હાર્ટની નબળાઇને દૂર કરવા માટે કેલ્શિયમ જરૂરી છે. આપણા શરીરના હાડકાં અને દાંતમાં  99 ટકા કેલ્શિયમ હોય છે અને 1 પ્રતિશત બ્લડ અને માંસપેશી હોય છે. શરીરમાં કેલ્શિયમની કમી થતાં અનેક મુશ્કેલી શરૂ થાય છે.ખાસ કરીને મહિલાઓમાં કેલ્શિયમની કમી વધુ થાય છે. 40 બાદ મહિલાઓમાાં Calcium Deficiency જોવા મળે છે. આ માટે કેલ્શિયમ રિચ ફૂડ લેવું જોઇએ. જો વધુ કેલ્શિયમની કમી હોય ડોક્ટર ટેબલેટથી પૂર્તિ કરવાની પણ સલાહ આપે છેે. કેલ્શિયમની કમી વર્તાય તો ખાસ કરીને ડાયટ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. કેલ્શિયમથી ભરપુર ફૂડને ડાયટમાં સામેલ કરો. 


કેલ્શિયમની કમીના લક્ષણો
-હાડકા નબળા પડવા લાગે છે અને દુખાવો થાય છે
- માંસપેશીમાં ખેંચાણ અનુભવાયા છે
-યાદશક્તિમાં પણ કમી આવે છે
-શરીર સુન્ન થઇ જાય છે, ખાલી ચઢે છે
-પિરિયડ અનિયમિત થઇ જાય છે
-દાંત નબળા પડી જાય છે
-  કેલ્શિયનની કમીથી બ્લડ ક્લોટિંગ પણ થાય છે



શરીરને કેટલા કેલ્શિયમની જરૂર હોય છે
- બાળકોને રોજ 500થી 700 મિલીગ્રામ કેલ્શિયમની જરૂરત રહે છે
- યુવાઓને 700થી 1000 મિલિગ્રામ કેલ્શયમની જરૂર રહે છે
-ગર્ભવતી મહિલાઓએ 1,000થી 1200 મિલી કેલ્શિયમની જરૂર રહે છે. 
- સ્તનપાન કરાવતી મહિલાઓને રોજ 2,000 મિલીગ્રામ કેલ્શિયમની જરૂર રહે છે


કેલ્શિયમના મુખ્ય સ્ત્રોત ક્યાં છે?
કેલ્શિયમની કમીને દૂર કરવા માટે આપ ડાયટમાં દૂધ, બ્રોકલી,ટોફૂ,ને સામેલ કરો.
-એક ચમચી તલમાં 88 મિલિ કેલ્શયમ હોય છે. જેને ડાયટમાં સામેલ કરો
-એક ગ્લાસ ગરમ પાણીમાં જીરૂ મિક્સ કરીને તેને ગાળીને દિવસમાં 2થી4 વખત પીવો, કેલ્શિયમની કમી દૂર થઇ જશે. 
-બદામ ખાવાથી પણ કેલ્શિયમની કમીને દૂર કરી શકાય છે.
- ડાયટમાં લીલા શાકભાજી અને બીન્સને સામેલ કરો, જે કેલ્શિયમથી ભરપૂર હોય છે
- ફળોમાં આપ રોજ 2 સંતરા લો, તેનાથી કેલ્શિયની કમી દૂર થાય છે.
-કેલ્શિયમની સાથે શરીરને વિટામિન ડી3ની પણ જરૂર રહે છે. જે કેલ્શિયમને અવશોષિત કરવામાં મદદરૂપ થાય છે.