શું છે આમિર અને બિગ-બીની 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ની કહાની? ત્રીજા ટીઝરમાં ખુલ્યુ રાજ
બાદમાં સ્લીમનને ખબર પડી કે 200 સભ્યોની એક ટુકડી છે, જે લૂંટ અને હત્યા કરી રહી છે. તેના મુખીનુ નામ બેહરામ ઠગ હતું. અંગ્રેજોને ખુબ મહેનત બાદ બેહરામને પકડવામાં સફળતા મળી. કર્નલ સ્લીમને લગભગ 1400 ઠગોને ફાંસી પર લટકાવી દીધા. મધ્યપ્રદેશના કટનીમાં સ્લીમનના નામથી એક મહોલ્લો પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશું છે ઠગો અને અંગ્રેજોનું કનેક્શનઃ-- ફિલ્મની કહાની 17મી અને 18મી સદીની આસપાસ દેખાઇ રહી છે. ઇતિહાસ પર નજર કરીએ તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતના કેટલાક ભાગોમાં ઠગોનું રાજ હતુ. ઠગી એક વ્યવસાય તરીકે હતો. તે દરમિયાન ઇર્સ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાય કર્મચારીઓ ગાયબ થવા લાગ્યા. તેમના પાછળ ઠગોનો હાથ હતો. કંપનીમાંથી ગાયબ થઇ રહેલા કર્મચારીઓનું રાજ જાણવા માટે એક અંગ્રેજ ઓફિસરને મોકલવામાં આવ્યો હતો, તે ઓફિસરનું નામ સ્લીમન હતું.
શું છે ટીઝરમાં? --- ટીઝરમાં જૉન ક્લાઇવના કેરેક્ટરની સાથે ઇર્સ્ટ ઇન્ડિયા કંપનીની અંગ્રેજ ટુકડી દેખાઇ રહી છે. અંગ્રેજ ટુકડીને લીડ કરનારા ઓફિસર જૉન ક્લાઇવ છે જે ખુરશી પર બેઠેલા દેખાય છે. કંપનીનું યૂનિયન જેક પણ દેખવામાં આવી શકે છે. આમ તો ટીઝરની સાથે આમિરની ફિલ્મની કહાનીનું રાજ પણ ખુલતુ દેખાઇ રહ્યુ છે. ભારતીય ઇતિહાસમાં ઠગોની ઓળખ બહુ જ નકારાત્મક રહી છે. તેમને લૂંટારુઓ અને હત્યારોઓ તરીકે જ ઓળખવામાં આવે છે. પહેલા હાલના મહારાષ્ટ્રથી લઇને ઉત્તરપ્રદેશ સુધી ઠગોનું રાજ હતું.
ત્રીજા ટીઝર બાદ એ અંદાજ લગાવી શકાય છે કે આમિર અને અમિતાભની ફિલ્મની કહાની ઠગો અને અંગ્રેજોના સંઘર્ષ પર આધારિત છે. એવું પણ બની શકે છે કે ફિલ્મમાં ઠગોને સ્વતંત્રતા સંગ્રામ સેનાનીના રૂપમાં બતાવવામાં આવ્યા હોય, જે ઇર્સ્ટ ઇન્ડિયા કંપનીની વિરુદ્ધ જંગ લડે છે.
નવી દિલ્હીઃ છેલ્લા બે દિવસોથી આમિર ખાનની બહુપ્રતીક્ષિત ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના લૂક પૉસ્ટરના ટીઝર રિલીઝ થઇ રહ્યાં છે. અમિતાભ બચ્ચન અને ફાતિમા સના શેખ બાદ ત્રીજા ટીઝરનું લૂક પણ રિલીઝ થઇ ચૂક્યુ છે. આ લૂક જોન ક્લાઇવનું છે. આમિર ખાનના લૂકના ટીઝરને ટ્વીટર પર શેર કરવામાં આવ્યુ છે. બની શકે છે કે, જોન ક્લાઇવનું કેરેક્ટર બ્રિટિશ ઇન્ડિયાના ઓફિસર સ્ટીમનથી પ્રેરિત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -