જે એક્ટ્રેસે ટ્વિટ કર્યું છે તેનું નામ પણ સેજલ શર્મા છે અને આ કારણે જ તેની મુશ્કેલી વધી ગઈ જ્યારે બીજી સેજલ શર્માના આત્મહત્યાના અહેવાલ સામે આવ્યા અને લોકો તેને મૃત સમજી રહ્યા છે. સેજલની આત્મહત્યાની ખબર સામે આવ્યા બાદ બીજી સેજલ શર્માને લોકો સોશિયલ મીડિયા પર શ્રંદ્ઘાજલિ આપવા લાગ્યા. એટલું જ નહીં ઘણા લોકોએ તેની તસવીરોનો ઉપયોગ કેટલાક મીડિયા તરફથી ભૂલથી સેજલની આત્મહત્યા વાળી ખબરમાં પણ ઉપયોગ કરી. જે બાદ અભિનેત્રીની મુશ્કેલી વધવા લાગી. ત્યારે જઇને તેને તેના ટ્વિટર પર લોકોને આ અંગે જાણકારી આપી.
બન્નેના નામ હિન્દીમાં જરૂર સરખા છે પરંતુ અંગ્રેજીમાં થોડાક ફરક છે. આત્મહત્યા કરનારી સેજલ શર્માએ તેનું નામ અંગ્રેજીમાં ‘Sejal Sharma’ લખતી હતી. ત્યારે બીજી અભિનેત્રી સેજલ શર્મા તેનુ નામ અંગ્રેજીમાં ‘sezal sharma’ લખે છે. સેજલે ટ્વિટ કરતા લખ્યું છે મારા મિત્રો અને પ્રશંસકોને જણાવવા માંગું છું કે હુ જીવું છું. હું અભિનેત્રી સેજલ શર્માની આત્મહત્યાની ખબરથી દુખી છું, હું મીડિયા દ્વારા મારી તસવીરોનો ઉપયોગ કરવા પર પણ ગુસ્સે છું, આવું કરવા પર મારા નજીકન લોકો ખૂબ દુખી થયા હતા.