પંચમહાલના હાલોલ પાસે કારનો અકસ્માત, ત્રણ યુવકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Jan 2020 10:46 PM (IST)
પંચમહાલના હાલોલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં અજાણ્યા વાહનની અડફેટે કારનો અકસ્માત થતા આ ઘટનામાં ત્રણ યુવકોના મોત થયા છે,
પંચમહાલ: પંચમહાલના હાલોલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં અજાણ્યા વાહનની અડફેટે કારનો અકસ્માત થતા આ ઘટનામાં ત્રણ યુવકોના મોત થયા છે, જ્યારે બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. દાવડા ગામ પાસેથી પાંચ લોકો સવાર કાર પસાર થઇ રહી હતી આ દરમિયાન અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બે ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.