નવી દિલ્હીઃ જાણીતી બ્રિટિશ એક્ટ્રેસ જમીલા જમીલને ખેડૂતો આંદોલનનું સમર્થન કરવા પર બળાત્કારની ધમકીઓ મળી રહી છે. સામાજીક કાર્યક્ર અને રેડિયો પ્રેસન્ટેટર એવી જમીલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કર્યો છે. તેને પ્રાઈવેટ મેસેજ કરીને બળાત્કાર અને મોતની ધમકીઓ મળી રહી છે.


જમીલા જ મીલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘છેલ્લાં ઘણાં સમયથી હું ખેડૂત આંદોલનનું સમર્થન કરું છું અને જ્યારે પણ હું સમર્થનમાં કંઈક લખું એટલે મને મોત અને બળાત્કારની ધમકીઓ મળી રહી છે. તમે મને પ્રાઈવેટ મેસેજમાં દબાણ કરી રહ્યા છો પણ એટલું ધ્યાનમાં રાખો કે હું પણ એક માણસ છું અને મારી પણ સહન કરવાની કેટલીક મર્યાદા છે.’

નોંધનયી છે કે, જમીલાના પિતા અલી જમીલ ભારતીય મૂળના છે અને તેની માતા શિરીન જમીનલ પાકિસ્તાની મૂળના છે.

તેણે પોતાની કારકિર્દી T4થી શરૂ કરી હતી જ્યાં તેણે પોપ કલ્ચર સીરીઝમાં 2009થી 2012 સુધી કામ કર્યું હતું.


જમીલા બીબીસી રેડિયોમાં હોસ્ટ તરીકે પણ કામ કરી ચૂકી છે. તેણી બીબીસી રેડીયો 1 ચાર્ટ શોમાં પ્રથમ એવી મહિલા પ્રેઝન્ટર હતી જેણે એકલા શોનું સંચાલન કર્યું હોય.

આ સાથે જ જમીલા એનબીસી કોમેડી સિરીઝ ધ ગ્લોડ પ્લેસમાં તેના Tahani Al-Jamil રોલ માટે પણ ખૂબ જાણીતી છે.