અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક દિગ્ગજ નેતાઓને રિપિટ કરવામાં આવ્યા છે.


ચાંદખેડા વોર્ડ- રાજશ્રી કેસરી ,કેતન દેસાઇ દિનેશ શર્મા,પ્રજ્ઞાબેન પટેલ

ઇન્દ્રપુરીવોર્ડ -- પ્રવીણ પટેલ , મનીષ પટેલ,નૈના પંચાલ,બબુબેન પરમાર

બોડકદેવ વોર્ડ --નિમેષ કુમાર શાહ ,વિરમ દેસાઇ ,ચેતના શર્મા ,જાનકી પટેલ

વેજલપુર વોર્ડ-- મહેશ ઠાકોર,સુનીલ જિકાર,

બાપુનગર - જે.ડી પટેલ, સુરેશ તોમર,જસુમિત પરમાર,હેતલ પંચાલ

બહેરામપુરા-- કમળાબેન ચાવડા, કમરૂદ્દીન પઠાન,

ઇસનપુર--જાગેશ ઠાકોર,નૈમેષ પટેલ,ગંગા મકવાણા, સવિતા પટેલ

લાભા- મેહુલ ભરવાડ,મનુ સોંલકી ,હેતલ બેન સડાત,સોનલ ઠાકોર

ઓઢવ- બૈરવા બેન પટેલ, જિમિષ ગોહિલ, હંસા બેન લખતરિયા,વિષ્ણુ દેસાઇ

રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.