Suzhal: The Vortex Trailer: એમેઝોન પ્રાઈમ વીડિયોએ ગઈકાલે પોતાની ઓરિજનલ તમિલ સીરીઝ સુઝલ - ધ વોર્ટેક્સનું ટ્રેલર રીલીઝ કર્યું હતું. વિક્રમ વેધા ફેમ પુષ્કર અને ગાયત્રી લિખિત અને નિર્મિત આ સીરીઝ 8 એપિસોડની હશે. આ વેબ સીરીઝમાં એશ્વર્યા રાજેશ, રાધાકૃષ્ણન પાર્થિબન, કાથિર અને શ્રિયા રેડ્ડી મહત્વપૂર્ણ ભૂમિકામાં દેખાશે. આ વેબ સીરીઝની વાર્તા તમિલનાડૂના એક નાના શહેરની છે અને વાર્તા એક લાપતા થયેલી છોકરી આસપાસ ગુંથાય છે.


ટ્રેલર છે ધમાકેદારઃ
આ વેબ સીરીઝના ટ્રેલરમાં દેખાઈ રહ્યું છે કે, આ સીરીઝમાં ટ્વિસ્ટ અને ટર્ન સાથે એક રોમાંચક કહાની દેખાય છે. જૂઠ, છળ અને સંદિગ્ધ પાત્રો અને એક જટિલ જાળ દર્શકોને અંત સુધી ટ્રેલર જોવા માટે બાંધી રાખે છે. આ સીરીઝમાં કામ કરી રહેલા રાધાકૃષ્ણન પાર્થિબને પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, અમે આ સીરીઝની વાર્તા સાથે લાંબા સમય સુધી જીવ્યા છીએ અને દર્શકોને એક યાદગાર અનુભવ આપવા માટે ખુબ સારું લાગી રહ્યું છે. આ સીરીઝના ડિરેક્ટર બ્રમ્મા અને અનુચરણ સાથે કલાકારોએ જબરદસ્ત કામ કર્યું છે કે સીરીઝ પુરી થયા બાદ પણ દર્શકોના દિમાગમાં વાર્તા ઘુમતી રહેશે. 


30 ભાષાઓમાં રીલીઝ થશેઃ
તમિલ સીરીઝ સુઝલ સાથે ડિજિટલ ડેબ્યુ કરી રહેલી એશ્વર્યા રાજેશે કહ્યું કે, આવી પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરવું સમૃદ્ધ અનુભવ રહ્યો છે. વાર્તા એક નાના શહેરની છે અને તેમાં આવા તત્વો છે કે દુનિયાભરના દર્શકોને પસંદ આવશે. ઉલ્લેખનીય છે કે, સુઝલ - ધ વોર્ટેક્સ એમેઝોન પ્રાઈમ પર 17 જૂનના રોજ સ્ટ્રીમ થશે અને આ વેબ સીરીઝને દુનિયાની કુલ 30 ભાષાઓમાં રીલીઝ કરવામાં આવી રહી છે. આ સીરીઝ તમિલ, હિન્દી, કન્નડ, મલયાલમ, તેલુગુ, અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, ઈતાવલી, જાપાની, પોલિશ, પુર્તગાલી, કોસ્ટિલિયન સ્પેનિશ, લેટિન સ્પેનિશ, અરબી, તુર્કી સહિતની કુલ 30 ભાષાઓમાં રીલીઝ કરવામાં આવશે.