IGNOU Admission 2022: ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) અને માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ (MCA) પ્રોગ્રામ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે. જે વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) માન્ય MBA અને MCA ઓનલાઈન અને IGNOU દ્વારા ઓફર કરવામાં આવતા ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા ઈચ્છે છે તેઓ યુનિવર્સિટીની અધિકૃત વેબસાઈટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.


આ માટે  વિદ્યાર્થીઓએ સત્તાવાર સાઇટ ignouadmission.samarth.edu.in ની મુલાકાત લેવાની રહેશે. જ્યારે ઓનલાઈન પ્રોગ્રામમાં પ્રવેશ માટે તેઓએ ignouiop.samarth.edu.in ની મુલાકાત લેવાની રહેશે. IGNOU જુલાઈ 2022 ODL અને ઓનલાઈન પ્રોગ્રામ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે. IGNOU એ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે MBA અને MCA પ્રોગ્રામ્સમાં જુલાઈ 2022 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.


IGNOU MBA, MCA પ્રવેશ 2022 માટે કેવી રીતે અરજી કરવી


સ્ટેપ 1: સૌ પ્રથમ વિદ્યાર્થીઓ ignouadmission.samarth.edu.in/ignouiop.samarth.edu.in પર IGNOUની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.


સ્ટેપ 2: હવે સ્ટુડન્ટ ન્યૂ રજિસ્ટ્રેશનની લિંક પર ક્લિક કરો.


સ્ટેપ 3: તે પછી IGNOU જુલાઈ રજીસ્ટ્રેશન ફોર્મ ભરો અને "રજિસ્ટક" ટેબ પર ક્લિક કરો.


સ્ટેપ 4: હવે તેઓને તેમના ઈમેલ આઈડી પર એનરોલમેન્ટ આઈડી અને પાસવર્ડ પ્રાપ્ત થશે.


સ્ટેપ 5: તે બાદ લોગિન  કરો અને પ્રવેશ પત્ર ભરો.


સ્ટેપ 6: જે બાદ રજિસ્ટ્રકેશન ફી ચૂકવો.


સ્ટેપ 7: અંતે, ઉમેદવારોએ ભાવિ સંદર્ભ માટે IGNOU એડમિટ કાર્ડ સાચવીને ડાઉનલોડ કરવું જોઈએ.






Education Loan Information:

Calculate Education Loan EMI