મનસેની ધમકી બાદ ત્રણ પાકિસ્તાની કલાકારોએ છોડ્યુ ભારત
abpasmita.in | 28 Sep 2016 08:46 AM (IST)
મુંબઈ: ઉરી હુમલા પછી રાજ ઠાકરેની પાર્ટીએ પાકિસ્તાની કલાકારોને ભારત છોડી દેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. રાજ ઠાકરેની પાર્ટીના અલ્ટીમેટમના પગલે ભારતમાં રહીને કામ કરતા પાકિસ્તાની કલાકારો હવે પેક અપ કરી રહ્યા છે. પાકિસ્તાની કલાકારોને ઘરમાં ઘુસીને મારવાની ધમકી આપ્યા બાદ પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન, અલી ઝફર અને માહિરા ખાન પાકિસ્તાન જવા રવાના થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે માહિરા ખાન શાહરૂખ ખાન સાથે આવનારી ફિલ્મ રઈસમાં કામ કરી રહી છે, જ્યારે અલી ઝફર ડિયર ઝિંદગીમાં શાહરૂખ અને આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યો છે.