નવી દિલ્લી: કેંદ્રીય કેબિનેટની આજે બેઠક મળશે. દિલ્લીમાં આજે સવારે 11 વાગ્યે સાઉથ બ્લોક સ્થિત પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેંદ્રીય કેબિનેટની બેઠક મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવાય તેવી શક્યતા છે. આ બેઠકમાં  ઉરી હુમલા બાદ બંને દેશો વચ્ચે વધેલા તણાવ, સિંધુ જળ સમજૂતી તેમજ ઉરી હુમલા જેવા મુદ્દાઓ મહત્વના રહેશે. બેઠકમાં પાકિસ્તાનને ચારે તરફથી કઈ રીતે વધુ ઘેરી શકાય અને દુનિયાથી તેને કઈ રીતે વિખુટું પાડી શકાય તેને લઈને પણ ખાસ ચર્ચા કરવામાં આવી શકે છે.