મુંબઇઃ ક્રૂઝ પાર્ટીના રેકેટનો પર્દાફાશ થયા બાદ હાલ બૉલીવુડમાં ડ્રગ્સ પાર્ટી અને રેકેટને લઇને નવા નવા કિસ્સા સામે આવી રહ્યાં છે. બૉલીવુડ ફરી એકવાર નિશાને આવી રહ્યું છે. આ બધાની વચ્ચે આ પાર્ટીના આયોજન અને તેની ફીને લઇને ખુલાસો થયો છે. આ ખુલાસો બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સાગરિકા શોનાએ કર્યો છે, કેમ કે ખુદ એક્ટ્રેસ સાગરિકા આ પાર્ટીનો હિસ્સો બનવાની હતી પરંતુ એક ક્ષણ માટે તે આ મોટી આફતમાંથી બચી ગઇ છે. 


નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ગઇ રાત્રે એક મોટી ડ્રગ્સ પાર્ટી પર રેડ કરી હતી અને કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. મોડલ અને એક્ટ્રેસ સાગરિકા શોનાએ ક્રૂઝ શીપ કાર્ડેલિયા ધ ઈમ્પ્રેસમાં થયેલી પાર્ટીની ટિકિટ અંગે ઘટસ્ફોટ કર્યો છે. તેણે જણાવ્યું કે પાર્ટીના ઓર્ગેનાઈઝરે આ માટેની ટિકિટ 80 હજારથી એક લાખ રૂપિયા રાખી હતી. 
સાગરિકાએ આ અંગે જણાવ્યું કે આ પાર્ટી માટે તેનો એક મિત્ર બુધવારે જ ટિકિટ ખરીદવાનો હતા, અને બંને શનિવારે મુંબઈથી ગોવા જઈ રહેલા આ ક્રુઝમાં જવા માટે રવાના થવાના હતા. જોકે, એક્ટ્રેસના માતા પિતાએ તેને આમ કરતા રોકી હતી.


એક્ટ્રેસે કહ્યું કે, હાલ પિતૃ પક્ષનો સમયગાળો ચાલતો હોવાના કારણે તેના પેરેન્ટ્સે તેને કોઇપણ જાતનો પ્રવાસ કરવાની ના પાડી દીધી હતી. તેને ઘરેથી કહેવામાં આવ્યુ હતુ કે, આ સમગગાળા દરમિયાન ધાર્મિક હિન્દુઓ કોઈ પણ પ્રકારની નવી પ્રવૃતિ કે બિઝનેસની શરૂઆત કરતા નથી. પેરેન્ટ્સની વાત માનીને એક્ટ્રેસ સાગરિકાએ મિત્ર પાસે આ ટિકીટ ના લેવાનુ કહીને પ્રવાસને કેન્સલ કરાવ્યો હતો. 


ખાસ વાત છે કે, આ આ શીપ ત્રણ દિવસના પ્રવાસે, ક્રૂઝ મુંબઈથી શનિવારે બપોરે 2 કલાકે રવાના થવાનું હતું અને 4 ઓક્ટોબર સવારે 10 વાગ્યે પરત આવવાનું હતું. રિપોર્ટ છે કે, આ ક્રૂઝ ભારતીય કંપની કાર્ડેલિયાનું છે. ઉલ્લેખનીય છે કે શીપ મુંબઈથી ગોવા જવા માટે શનિવારે રવાના થઈ હતી. જોકે આ શીપમાં નાર્કોટ્રીક્સ કન્ટ્રોલ બોર્ડ બ્યુરો (NCB)એ રેડ કરી હતી અને વિવિધ પ્રકારનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડ્યું હતું.