India Covid-19 Update દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ઘટ્યા બાદ ફરીથી વધ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 22,842 નવા કેસ અને 244 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 25,930 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 199 દિવસની નીચલી સપાટી 2,70,557 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 13,217 નવા કેસ નોંધાયા હતા અને 121 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.
છેલ્લા 2 દિવસમાં નોંધાયેલા કેસ
- 1 ઓક્ટોબરઃ 26,727
- 2 ઓક્ટોબરઃ 24,534
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 30 લાખ 94 હજાર 529
- કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 70 હજાર 557
- કુલ મોતઃ 4 લાખ 48 હજાર 817
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
દેશમાં અત્યાર સુધીમાં 90,51,75,348 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.