બોલિવૂડ એક્ટર જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ફિટ હીરોમાંથી એક ગણવામાં આવે છે. બોલિવૂડના બેસ્ટ એક્શન હીરોની યાદીમાં સામેલ ટાઈગર પોતાની ફિટનેસ માટે ઘણી મહેનત કરે છે, તેની એક ઝલક તમે અભિનેતાના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. ટાઈગર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના વર્કઆઉટના વીડિયો શેર કરતો રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આટલા ફિટ બનતા પહેલા ટાઇગર એકદમ ફેટી હતો.
હાલમાં જ ટાઈગરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ શેર કર્યો છે જેમાં તે ફિટ નથી પરંતુ એકદમ ફેટી દેખાઈ રહ્યો છે અને તે વિડિઓમાં તેની હેરસ્ટાઇલ પણ ઘણી અલગ દેખાઈ રહી છે. ટાઈગરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટાઈગર એક બીચ પર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે લાલ રંગનું લોઅર અને સફેદ વેસ્ટ પહેર્યું છે. તેની સાથે એક ટ્રેનર પણ હાજર છે. જુઓ આ વિડીયો -
વીડિયોમાં જોવા મળે છે કે વેસ્ટ અને લોઅર પહેરેલો ટાઇગર બેકફ્લિપ કરી રહ્યો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું, 'મને મારો આ જૂનો વીડિયો મળ્યો છે જ્યાં હું મારું પહેલું કૌશલ્ય શીખી રહ્યો છું. એ રેતી પર દોડવું અશક્ય હતું. પરંતુ તે સંઘર્ષ ખૂબ જ વાસ્તવિક હતો. ખાસ કરીને મારી સ્થૂળતા સાથે."
ટાઇગર ટૂંક સમયમાં હીરોપંતિની સિક્વલ 'હીરોપંતી 2' માં જોવા મળશે જેમાં તેની સાથે તારા સુતારિયા જોવા મળશે. તે ફિલ્મ ગણપતમાં પણ જોવા મળશે અને આમાં તેની સાથે કૃતિ સેનન જોવા મળશે. આ સિવાય પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો ટાઈગરનું નામ લાંબા સમયથી એક્ટ્રેસ દિશા પટની સાથે જોડાઈ રહ્યું છે, જોકે બંનેએ ક્યારેય તેમના ડેટિંગ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.