મુંબઈઃ જેકી શ્રોફની પુત્રી અને ટાઇગર શ્રોફ બહેન કૃષ્ણા શ્રોફ હાલ તેના બોયફ્રેન્ડ સાથે ન્યૂ યર વેકેશન મનાવી રહી છે. તેવામાં તેણે આ રોમાન્ટિક વેકેશનની કેટલીક તસવીરો મૂકી છે. જેમાં તે અને તેનો બોયફ્રેન્ડ સ્વિમિંગ પુલ પાસે દેખાય છે, કૃષ્ણાએ બિકની પહેરી છે અને તસવીરોમાં કૃષ્ણાની ફિટનેસ નજરે પડે. વળી તસવીરો પણ કૃષ્ણા તેના બોયફ્રેન્ડ સાથે મસ્તીના મૂડમાં હોય તેવું જણાય છે. ત્યારે પોતાની બહેનની આ તસવીરો પર ટાઇગર શ્રોફે પણ કમેન્ટ કરી છે.

ટાઇગરે એક ઇમોજી પોસ્ટ કરી બહેનની મજાક કરી છે. એક બીજી તસવીર પર ટાઇગરે લખ્યું કે-બિચારો એબન. કૃષ્ણાએ જે તસવીર પોસ્ટ કરી છે તેમાં તે બોયફ્રેન્ડ સાથે પૂલના કિનારે રોમાન્સ કરતા નજરે આવી રહી છે. કૃષ્ણા અને એબન ઘણા સમયથી એક-બીજાને ડેટ કરી રહ્યા છે. બંને જલ્દી લગ્ન કરશે એવી અટકળો પણ ફેલાઈ છે.


મીડિયા રિપોર્ટ્સ મુજબ કૃષ્ણા અને એબન મુંબઇના એક રેસ્ટોરન્ટમાં એક બીજાને મળ્યા હતા. અને ત્યારથી તે એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાલ તેમણે એકબીજાને ડેટ કરતા 4 મહિના થયા છે. કૃષ્ણાના બોયફેન્ડનું નામ એબન હામ્સ છે. તે એક ફૂટબોલ પ્લેયર છે. અને કૃષ્ણાએ તેની તસવીરો શેર કરતા કહ્યું કે તે એમને હંમેશા હસાવે છે.

ટાઇગર શ્રોફના વર્કફ્રંટની વાત કરીએ તો તાજેતરમાં રિતિક રોશન સાથે તેને ફિલ્મ ‘વોર’ કરી હતી જેને બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. ત્યારે હવે તે ‘બાગી-3’માં નજરે આવશે. આ પહેલા ‘બાગી-2’ અને ‘બાગી’ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું.