સલમાનના લોકપ્રિય ગીતની કોપી કરી સોશિયલ મીડિયામાં છવાયો આ વ્યક્તિ, યૂઝરે કહ્યું- ‘સલમાન કરતાં સારો એક્ટર છે’
abpasmita.in | 05 Oct 2019 11:51 AM (IST)
આ વાયરલ વીડિયોમાં ભરવાડ યુવક સલમાન ખાનની સ્ટાઇલમાં જ હમ આપકે હૈ કૌન ફિલ્મનું લોકપ્રિય ગીત ગાતો દેખાય છે.
મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ અને તેના ગીત હંમાશા દર્શકો પર લાંબા સમય સુધી છાપ છોડે છે. લોકો પોતાના ફેવરીટ સ્ટારની સ્ટાઈલથી લઈને તેની આદતોને ફોલો પણ કરતા હોય છે. ઘણાં પોતાના ફેવરીટ સ્ટારનો અવાજ કાઢવાનો પ્રયત્ન કરે છે તો કેટલાક તેના જેવી એક્ટિંગ કરવાનો પ્રયત્ન કરે છે. મોબાઈલ એપ્લિકેશન ટિકટોક આવ્યા બાદ આવા અનેક વીડિયો જોવા પણ મળે છે. હાલમાં જ એક એવોવીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ભરવાડ સલમાન ખાનની ફિલ્મ હમ આપકે હૈ કોનના ગીત પર લિપ સિંક કરતો જોવા મળી રહ્યો છે.તેની પાછળ રંગબેરંગી બકરીઓ અને ઘેટાનું એક ટોળું પણ નજરે પડે છે. આ વાયરલ વીડિયોમાં ભરવાડ યુવક સલમાન ખાનની સ્ટાઇલમાં જ હમ આપકે હૈ કૌન ફિલ્મનું લોકપ્રિય ગીત ગાતો દેખાય છે. "યે મૌસમ કા જાદુ હૈ મિતવા...". આ ગીત જે અંદાજમાં આ ભરવાડ યુવક ગાઇ રહ્યો છે એ જોઇને લોકોને સોશિયલ મીડિયામાં ખૂબ જ મજા પડી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સલમાન ખાન, માધુરી દિક્ષીત માટે આ ગીત ગાતો નજરે પડે છે. 1994નું આ ગીત તે વખતે પણ સુપરહિટ રહ્યું હતું. અને આજે પણ એટલું જ લોકપ્રિય છે. ટ્વિટર પર આ વીડિયો પ્રત્યૂષા રથ નામની યુવતીએ મૂક્યો છે. જે બાદ આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકોનું કહેવું છે કે આ ગીત, તેની પાછળનું બ્રેકગ્રાઉન્ડ એકબીજા સાથે પરફેક્ટ મેચ થાય છે. 15 સેકન્ડના આ વીડિયોને 1600 લાઇક્સ અને 350 રિટ્વિટ્સ મળી ચૂક્યા છે. વળી કેટલાકે આ પ્રસંગે સલમાન ખાન પર કટાક્ષ કરવાનો મોકો પણ નથી છોડ્યો. એક યુઝર્સે તો ત્યાં સુધી કહ્યું કે "આ ભાઇ સલમાન ખાન કરતા સારા એક્ટર છે.!"