મુંબઈ: રોડીઝના રધુ રામ અને જાણીતી સિંગર નતાલી દિ લ્યુસિયોના ઘરે નવુ મહેમાન આવશે. તેમણે ઓગસ્ટમાં ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદથી નતાલી સોશિયલ મીડિયા પર પોતાની બેબી બંપ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક તસવીર શેર કરી છે.


નતાલીએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું, લિટલ બેબી, જુકજુક તમને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. અમે બધા તમને મળવાની રાહ જોઈ રહ્યા છીએ. તેણે આ પોસ્ટમાં જણાવ્યું કે તે 26 સપ્તાહ પ્રેગ્નેન્ટ છે. ઉલ્લેખનીય છે કે સિંગર પ્રેગ્નેન્સી છતાં ખૂબ વ્યસ્ત છે.




નતાલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું પ્રેગ્નેન્સીના કારણે મહિલાઓએ પોતાની કરિયર પર બ્રેક ન લગાવવી જોઈએ. રધુ અને નતાલીએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. રધુને સૌથી પહેલા નતાલી વિશે તેની યૂટ્યૂબ ચેનલથી ખબર પડી હતી. નતાલીની યુટ્યૂબ પર પરફોર્મન્સથી રધુ ઘણો પ્રભાવિત થયો હતો.