Nora Fatehi Wave Indian Flag At FIFA FanFest: નોરા ફતેહીએ તાજેતરમાં જ કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડકપ 2022 ફેનફેસ્ટમાં લાઇવ પરફોર્મન્સ આપ્યુ હતુ, બૉલીવુડની ડાન્સિંગ દિવા અને હૉટ એક્ટ્રેસ નોરાએ ‘ઓ સાકી સાકી’ અને ‘નાચ મેરી રાની’ સહિત પોતાના બ્લૉકબસ્ટર સૉન્ગની સાથે સ્ટેજ પર ઇલેક્ટ્રિક પરફોર્મન્સથી આગ લગાવી દીધી હતી. જોકે, તેના પરફોર્મન્સનુ મેઇન એટ્રેક્શન ત્યારે આવ્યુ જ્યારે ડીવાએ ઇન્ટરનેશનલ મંચ પર ઇન્ડિયન નેશનલ ફ્લેગને ગર્વથી લહેરાવ્યો અને 'જય હિન્દ'નો નારો લગાવ્યો હતો.
નોરા ફતેહીએ જીતી લીધુ દિલ -
મંગળવારે 29 નવેમ્બરે ફિફા વર્લ્ડકપ 2022 ફેનફેસ્ટમાં પોતાના પરફોર્મન્સ દરમિયાન, નોરાએ પોતાના બન્ને હાથોથી ભારતીય તિરંગાને પકડ્યો અને લાઇવ દર્શકોની સામે આને ગર્વથી પ્રદર્શિત કર્યો હતો. તેને હાજર તમામ લોકોને 'જય હિન્દ' ના નારા લગાવવા પણ પ્રોત્સાહિત કર્યા હતા. કેનેડાની રહેવાસી નોરાએ કહ્યું કે ભારત ફિફા વર્લ્ડકપ 2022નો હિસ્સો નથી... પરંતુ હવે અમે જોશમાં છીએ. અમારા મ્યૂઝિક દ્વારા, અમારા ડાન્સ દ્વારા, વળી, ભારતીય તિરંગો લહેરાવતા નોરાનો વીડિયો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, અને તેના આ જેસ્ચરની ખુબ પ્રસંશા થઇ રહી છે.
નોરાએ પૉસ્ટ કરીને દર્શાવી ખુશી -
આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર પૉસ્ટમાં, નોરા ફતેહીએ ફિફા વર્લ્ડકપ 2022માં પરફોર્મન્સ કરવા પર પોતાની ખુશી અને ગ્રેટીટ્યૂડ પણ દર્શાવ્યો હતો. તેને લખ્યું- તે ક્ષણ જ્યારે તમે વિશ્વકપ સ્ટેડિયમ @fifaworldcupમાં તમારો અવાજ સાંભળો છો, આ બહુજ રિયલ હતુ, આ રીતનું માઇલસ્ટૉન જે જર્નીને એટલી જ સાર્થક બનાવે છે.