નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળથી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને હિરોઇન નુસરત જહાં સોમવારે દિલ્હી સંસદમાં શીતકાલીન સત્રમાં ભાગ લેવા માટે ન પહોંચી શકી કેમ કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી. આ કારણે જ રવિવારે કોલકત્તામાં તેમને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

અભિનેત્રીના પ્રવક્તા અભિષેક મજૂમદાર જણાવ્યું કે નુસરતને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેત્રીના પરિવારે તે ખબરને નકારી જેમાં કહેવામાં આવ્યું હતું કે નૂસરતે દવાઓનો ઓવરડોઝ કરી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

તૃણમુલ કોગ્રેસની સાસંદ અને અભિનેત્રી નુસરત જહાંની તબિયત રવિવારે ખરાબ થઈ ગઈ. રવિવારે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. માટે તેને ઈમરજન્સીમાં હોસ્પિટલમાં ભરતી કરવી પડી હતી.



પરિવારના કહેવા અનુસાર નુસરતને રવિવારે 9:30 વાગ્યે કોલકત્તામાં નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. તેના પરિવારે આગળ જણાવ્યું હતું કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમજ નુસરતને પહેલા અસ્થમાં જેવી બિમારી પણ હતી.

આ વર્ષ લોકસભાની ચૂંટણી નુસરતે બસીરહાટ લોકસભા ક્ષેત્રથી લડી હતી. જ્યાં તેમણે ભાજપના ઉમેદવાર શાયંતન ઘોષને 3,50,369 વોટથી હરાવ્યા હતા. ચૂંટણીના પરિણામો પછી ટીએમસી સાંસદે કોલકત્તાના નિવાસી બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં ભવ્ય લગ્ન કર્યા હતા.

હજુ થોડા દિવસો પહેલા જ નુસરતે પતિ નિખિલ જૈન સાથે રોમેન્ટિક તસવીરો પણ શેર કરી હતી. આમ અચાનક જ બિમાર પડતાં તેના ફેન્સમાં શોકની લાગણી છે. આ માહિતીને પગલે નુસરત આજે સંસદમાં પણ હાજરી આપી નહોતી શકી.