Karthikeya 2 Box Office Collection: હાલના દિવસોમાં સાઉથની વધુ એક ફિલ્મ માટે દર્શકોમાં ઘણો ક્રેઝ છે. તે ફિલ્મ છે ટોલીવુડની 'કાર્તિકેય 2', જે 13 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થઈ ત્યારથી આ ફિલ્મ સતત ચર્ચામાં છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેણે બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું છે.


પ્રથમ સપ્તાહના અંતે થઈ આટલી કમાણીઃ


Sacnilk.com અનુસાર, 'કાર્તિકેય 2'એ રિલીઝના પહેલા દિવસે એટલે કે શનિવારે બોક્સ ઓફિસ પર 5.05 કરોડની કમાણી કરી હતી. રવિવારે 5.85 કરોડનું કલેક્શન થયું હતું. આમ ફિલ્મે પ્રથમ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર 10.9 કરોડની કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે, 'કાર્તિકેય 2' ટોલીવુડની નાના બજેટની ફિલ્મ છે, જે લગભગ 20 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી છે.


સ્ક્રીન વધારવી પડીઃ


આ ફિલ્મ તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થઈ છે. પહેલા દિવસે દિલ્હી અને મુંબઈમાં હિન્દી ભાષામાં આ ફિલ્મનો ઘણો ક્રેઝ જોવા મળ્યો હતો. સ્થિતિ એ રહી હતી કે હિન્દીમાં 60 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મ હાઉસફુલ હતી, જેના પછી મેકર્સે બીજા દિવસે સ્ક્રીનને 300 સુધી વધારવી પડી હતી.


ફિલ્મમાં આ સિતારાઓ છે


કાર્તિકેય 2 એક મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ છે, જે 2014માં આવેલી ફિલ્મ 'કાર્તિકેય'ની સિક્વલ છે. તેમાં નિખિલ સિદ્ધાર્થ અને અભિનેત્રી અનુપમા પરમેશ્વરન મુખ્ય ભૂમિકામાં છે. આ બંને સિવાય અનુપમ ખેર, વિવા હર્ષા અને આદિત્ય પણ ફિલ્મમાં જોવા મળ્યા છે. તો ફિલ્મનું દિગ્દર્શન ચંદુ મોંડેતી દ્વારા કરવામાં આવ્યું છે. આમ એકંદરે કાર્તિકેય 2  ફિલ્મનો પહેલો વીકએન્ડ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર રહ્યો હતો. હવે જોઈએ કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલો કમાલ બતાવી શકે છે.


આ પણ વાંચોઃ


Independence Day 2022: PM મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું- ગાંધી, બોઝ, સાવરકર અને આંબેડકરને યાદ કરવાનો આ યોગ્ય સમય છે, ગર્વથી લહેરાઈ રહ્યો છે ત્રિરંગો


Independence Day 2022 Special: જે કંપનીએ ભારતને ગુલામ બનાવ્યું હતું, આજે એ જ કંપનીના માલિક એક ભારતીય છે


Mukesh Ambani Threat: '3 કલાકમાં ખતમ કરી દઈશ...' એન્ટિલિયા કાંડ બાદ અંબાણી પરિવારને ફરી 8 ધમકીભર્યા ફોન, પોલીસ તપાસમાં લાગી