ટોમ એન્ડ જેરીના ડિરેક્ટર જીન ડાઈચનું 95 વર્ષે નિધન, એપાર્ટમેન્ટમાંથી મળ્યો મૃતદેહ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Apr 2020 09:36 AM (IST)
જીનને 1958માં ફિલ્મ 'સિડનીઝ ફેમિલી ટ્રી' અને અન્ય ફિલ્મો માટે કુલ ચાર વખત ઓસ્કાર નોમિનેશન મળ્યું હતું.
નવી દિલ્હીઃ જાણીતા ટીવી કાર્ટૂન ટોમ એન્ડ જેરીના ડિરેક્ટરમાં સામેલ જીન ડાઈચનું 95 વર્ષની વયે નિધન થયું છે. પીટર હિમલે 18 એપ્રિલે આ વાતની પુષ્ટિ કરી હતી. 16 એપ્રિલે તેઓ પ્રાગ સ્થિત તેમના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની અને પ્રથમ લગ્નથી જન્મેલા ત્રણ પુત્રો છે. યૂઝિન મેરિલ ડાઈચને જીન નામથી ઓખળવામાં આવતા હતા. જીન ઉત્તર અમેરિકામાં પાયલટના શિક્ષણ તેથા સેના માટે ડ્રાફ્ટમેનનું કામ કરતા હતા. સ્વાસ્થ્ય કારણોસર 1994માં તેમને આ કામમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. જે બાદ તેમણે કલા ક્ષેત્રમાં કામ શરૂ કર્યુ અને એનિમેશનમાં કરિયર શરૂ કરી હતી. જીનને 1958માં ફિલ્મ 'સિડનીઝ ફેમિલી ટ્રી' અને અન્ય ફિલ્મો માટે કુલ ચાર વખત ઓસ્કાર નોમિનેશન મળ્યું હતું. તેમણે 1961માં ફિલ્મ મુનરો માટે ઓસ્કાર પણ જીત્યો હતો. તેમણે કાર્ટુન કેરેકટર ટોમ એન્ડ જેરીના 13 એપિસોડ બનાવ્યા હતા. આ કાર્ટુન સીરિઝ 1940માં વિલિયમ હાના અને જોસેફ બાર્બરા દ્વારા બનાવવામાં આવી હતી. જીન તેના ત્રીજા ડિરેક્ટર હતા. તેમણે આની પટકથા પણ લખી હતી.