ઉલ્લેખનીય છે કે ક્લાસ ઓફ 83થી બોબી દેઓલ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. શુક્રવારે રિલીઝ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે. ફિલ્મનું 2 મિનિટ 23 સેકન્ડનું ટ્રેલર સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર છે. પોલીસના યુનિફોર્મમાં બોબી દેઓલ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં બોબી દેઓલ એક પૂર્વ પોલીસ અધિકારીનો રોલ નિભાવી રહ્યો છે, જેને બાદમાં નાસિક પોલીસ અકાદમીમાં ઈન્સ્ટ્રક્ટર બનાવવામાં આવે છે.
આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ટ્રેલર જોતા ખબર પડે છે કે તે ઈન્સ્ટ્રક્ટર તરીકે પોતાની એક ટીમ તૈયાર કરે છે અને આંતરવાદ અને ભ્રષ્ટાચાર સામે લડે છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે સિસ્ટમ કઈ રીતે એક ઈમાનદાર અને યોગ્ય પોલીસ અધિકારીને અસફળ સાબિત કરી દે છે.
ફિલ્મની પૂરી સ્ટોરી રિલીઝ બાદ જ ખબર પડશે. ટ્રેલર ખૂબ જ શાનદાર છે. બોબી દેઓલ ખૂબ લાંબા સમય બાદ કોઈ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં બોબી સિવાય પુલકિત સમ્રાટ, અનૂપ સોની, શ્રેય સરણ, પ્રિયાંશુ ચેટર્જી અને અમૃતા પુરી લીડ રોલમાં છે. શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે અને અતુલ સબરવાલે ડાયરેક્ટ કરી છે.