Trending: આજકાલ લોકો પોતપોતાના જીવનમાં એટલા વ્યસ્ત છે કે, તેમને જાનવર શું અને માણસ શું, તેનાથી કોઈ મતલબ નથી હોતો. પરંતુ બધા જ આવા નથી હોતા. આ વાતનો અંદાજ સોશિયલ મીડિયા પરના વીડિયો જોઈને લગાવી શકાય છે જેમાં પ્રાણીઓ પ્રત્યે લોકોનો લગાવ અને કાળજી જોવા મળતી હોય છે.


પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવતો આવો જ એક વીડિયો ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે જેમાં એક નાનો છોકરો બિલાડીની મદદ કરતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, એક બિલાડી એક દિવાલ પર ચઢી જાય છે, જ્યાંથી તેના માટે નીચે આવવું શક્ય નથી. બિલાડીને લાચાર જોઈને એક નાનો છોકરો તેની મદદ કરવા લાગે છે. છોકરો પોતે નાનો હોવાથી તે પોતે બિલાડી સુધી પહોંચી શકતો નથી. તેથી તે સૌપ્રથમ ત્રિકોણ આકારનું સ્ટોપર લાવે છે જેને તે પોતાના હાથ વડે ઉપાડે છે અને બિલાડીને તેના પર આવવાનું કહે છે. પરંતુ બિલાડીને તેના પર ચઢવામાં તકલીફ પડે છે અને તે સમજે છે કે તેના કારણે તે પડી પણ શકે છે. વીડિયોના છેલ્લા ભાગમાં, છોકરો એક મોટું બોક્સ લાવે છે અને બિલાડી તે બોક્સની અંદર કૂદી જાય છે અને છોકરો કાળજીપૂર્વક તેના માથા પરનું બોક્સ ઉપાડે છે અને તેને નીચે લાવે છે. આમ દિવાલ પર ફસાયેલી બિલાડીને નીચે લાવવામાં આ છોકરો પોતાનાથી બનતી મદદ કરીને માનવતાનું ઉદાહરણ પુરુ પાડે છે.



લોકોએ બાળકના વખાણ કર્યાઃ
ફેસબુક પર આ વીડિયોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. બધા યુઝર્સ નાના છોકરાના આ કામથી આશ્ચર્યચકિત થયા છે અને તેના વખાણ પણ કરી રહ્યા છે. ફેસબુક પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને અત્યાર સુધી લગભગ 1.50 કરોડ લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે. આ સાથે 92 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.