બોલીવુડની કઈ હોટ એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર સૌથી ખરાબ દેખાતી એક્ટ્રેસ તરીકે કરાઈ ટ્રોલ? એક્ટ્રેસે શું આપ્યો જવાબ?
ફિલ્મની વાત કરીએ તો તાપસી મુલ્ક અને મનમર્જિયાંમાં કામ કરતી જોવ મળશે. મુલ્કમાં તે વકીલની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. ઉપરાંત ફિલ્મ મનમર્જિયાંની વાત કરીએ તો આ ફિલ્મની તેની સાથે અભિષેક બચ્ચન હશે. મનમર્જિયાંનું ડાયરેક્શન અનુરાગ કશ્યપે કર્યું છે.
તાપસીની આ વાત પર જવાબ આપતા એક વ્યક્તિએ લખ્યું, અરે શું વાત કરો છો. તેમાં સહન કરવાનું શું હોય. હું તો તમારી ફિલ્મ જ જોતો નથી, તો ખબર કેવી રીતે પડશે કે ક્યારે આવી અને ક્યારે ગઈ. તેના પર તાપસી ફરી જવાબ આપે છે, એટલે કે મનોરંજન તો હું તમારા સુધી પહોંચાડી જ રહી છું. એટલે કે અભિનેત્રીનું કામ તો થઈ ગયું. મહેરબાની કરીને તમારો ટેસ્ટ સુધારો તો ફિલ્મ પણ જોઈ શકશો. જય શ્રી રામ.
એક વ્યક્તિએ તાપસી વિશે લખ્યું, તાપસી પન્નુ બોલિવૂડમાં સૌથી ખરાબ દેખાતી મહિલા છે. આશા કરું છું કે મને તે ફરી જોવા નહીં મળે. 2-3 ફિલ્મ અને ત્યાર બાદ તેની કારકિર્દી ખત્મ થઈ જશે. તાપસીએ તેના પર જવાબ આપતા કહ્યું, પરંતુ 3 તો મેં કરી લીધી છે. મુલ્ક, મનમર્જિયાં અને બદલા. સાથે જ એ કહેતા પણ મને અફસોસ છે કે આ ઉપરાંત બે ફિલ્મ પહેલેથી જ સાઈન કરી ચૂકી છું. થોડું તો સહન કરવું પડશે.
નવી દિલ્હીઃ તાપસી પન્નૂને બોલિવૂડમાં એક પછી એક ફિલ્મ મળી રહી છે. પિંક બાદ તેનાપર ડાયરેક્ટરોનો ભરોસો વધ્યો છે. સાથે જ તેના ફેન ફોલોઇંગમાં પણ વધારો થયો છે. પરંતુ અન્ય સ્ટાર્સની જેમ જ તે પણ ટ્રોલરના નિશાના પર આવી ગઈ છે. જોકે તાપસીએ અન્ય સ્ટાર્સની જેમ ચૂપ રહેવા કે ગુસ્સો કરવાને બદલે હળવા અંદાજમાં ટ્રોલર્સને જવાબ આપ્યો છે.