આ TV એક્ટ્રેસને ટોપલેસ થઇને યોગ કર્યા, જુઓ તસવીરો
અબિગૈલે લખ્યું કે, ન્યૂડ અને યોગમાં કાંઇ કોમન તો નથી પરંતુ જે લોકો આ ચીજના એક્સપીરિયન્સ કરે છે તેમના માટે એ તેમની દુનિયા હોઇ શકે છે. આ ફોટો ક્લિક કરતા અગાઉ મેં શરમ અને ડર અનુભવ્યો હતો જે કદાચ મને આઝાદીનો અનુભવ કરાવી શકે છે. હું સતત વિચારી રહી હતી કે લોકો શું વિચારશે. પરંતુ મારી દોસ્ત આશકા ગોરાડિયા, મારો ફોટોગ્રાફર અને મારા બોડીગાર્ડે મને હિંમત આપી હતી.
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ એબિગૈલ પાંડેએ પોતાની એક નવી ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વાસ્તવમાં એબિગૈલે તાજેતરમાં પોતાના સોશિયલ એકાઉન્ટ પર યોગ કરતી પોતાની ટોપલેસ ફોટો શેર કરી છે. જોકે, બોલ્ડ ટોપલેસ તસવીરમાં અબિગૈલની બેકસાઇડ દેખાઇ રહી છે. ફોટોમાં અબિગૈલ પરફેક્શન સાથે પોતાના બંન્ને હાથ પાછળ જોડી રાખ્યા છે.
અબિગૈલે પોતાની આ બોલ્ટ ફોટો સાથે લખ્યું છે કે મારા ઘણા શબ્દો પણ એ વાતને કહી શકતા નથી કે ન્યૂડ યુવતીની યોગ કરવામાં હું કેટલી પ્રશંસા કરું છું. તમારામાંથી ઘણા લોકોને કદાચ આ યુવતીને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પસંદ આવશે નહી પરંતુ શું આપણે જાણતા નથી કે જે યુવતી એક્સપ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે તે તમને કેટલી અટ્રૈક્ટિવ હેડલાઇન્સ અને ટાઇટલ્સ આપી શકે છે.