Ankita Lokhande Father Death:ટીવી સીરિયલ પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોંખડેના પિતાનું બહુ લાંબી બીમારી બાદ આજે નિધન થયું છે.તેઓ 68 વર્ષના હતા રિપોર્ટ્સ મુજબ અંકિતાના પિતાના અંતિમ સંસ્કાર આજે  સવારે 11 વાગ્યે ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યાં હતા. અંકિતાએ પુત્રની ફરજ નિભાવતા પિતાને કાંધ આપી હતી આ સમયે તે ભાંગી પડી હતી અને હૈયાફાટ રૂદન કર્યું હતું.  તેના પિતાના અંતિમ દર્શનમાં, અભિનેત્રી તેની માતાની હિંમત આપતી જોવા મળી હતી.  અંકિતા લોખંડેના પિતાના અંતિમ સંસ્કારમાં શ્રદ્ધા આર્યા સહિત ટીવી સેલેબ્સ પણ જોવા મળ્યા હતા.




અંકિતા લોખંડે તેના પિતાની ખૂબ જ નજીક હતી


અંકિતા લોખંડે તેના પિતા શશિકાંત લોખંડેની ખૂબ જ નજીક હતી. તે ઘણીવાર તેની સાથે તેના ફોટા પણ શેર કરતી હતી. ફાધર્સ ડે પર અંકિતાએ તેના પિતા સાથે એક વીડિયો શેર કરીને ઈમોશનલ નોટ લખી હતી. તેણે લખ્યું- “હેપ્પી ફાધર્સ ડે મારા પિતા મારા જીવનના પ્રથમ હીરો છે, હું તમારા માટે જે અનુભવું છું તે શબ્દમાં વર્ણવું શક્ય નથી. હું તને ખુબ જ પ્રેમ કરું છું તમે તમારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે પરંતુ તમારા બાળકોને ક્યારેય સંઘર્ષ નથી કરવા દીધો અને  મારી દરેક ઈચ્છા પૂરી કરી, મને જે કરવું હતું તે કરવાની પરવાનગી આપી. હેપ્પી ફાધર્સ ડે વિથ લવ,  અંકિતાએ શેર કરેલા વીડિયોમાં તે તેના પિતાને ગુલદસ્તો આપતી અને તેમના પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી.




અંકિતા લોખંડેના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે એકતા કપૂરની સૌથી લોકપ્રિય ટીવી સિરિયલ પવિત્ર રિશ્તાથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સીરિયલમાં સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં હતો, જે હવે આ દુનિયામાં નથી. આ શોમાં અંકિતાએ અર્ચનાની ભૂમિકા ભજવી હતી. આ સીરિયલને કારણે અંકિતા દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ હતી. આ સીરિયલ પછી અંકિતાએ બોલિવૂડમાં પગ મૂક્યો હતો. તે કંગના રનોટની ફિલ્મ મણિકર્ણિકામાં પણ  જોવા મળી હતી. તેણે ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સાથે બાગી 3 ફિલ્મમાં પણ કામ કર્યું હતું. અંકિતા રિયાલિટી શો સ્માર્ટ જોડીમાં પણ જોવા મળી હતી.  જો કે તે હાલ લાંબા સમયથી કોઈ શો કે ફિલ્મમાં જોવા મળી નથી.