Dwarka: ભારતીય સંસ્કૃતિમાં ધર્મનું ખુબ જ મહત્વ છે, અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે, અને અધિક માસના અંતિમ દિવસોમાં જગત મંદિર દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. આજે વહેલી સવારે દ્વારકા જગત મંદિરમાં અભૂતપૂર્વ દર્શનાર્થીઓઓનો જોશ જોવા મળ્યો છે, આજે રવિવારના દિવસે સેંકડોની સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા છે.
હાલમાં ગુજરાતી પંચાંગ અનુસાર, અધિક માસ ચાલી રહ્યો છે, આને અધિક શ્રાવણ માસ પણ કહેવામાં આવે છે, આ પુરુષોત્તમ માસનાં અંતિમ દિવસો અને શ્રાવણ માસ શરૂઆત થાય તે પહેલા જ દ્વારકામાં હકડેઠઠ ભીડ ઉમટી છે. જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જુઓ...
આજે જગત મંદિર તરફ જતા તમામ માર્ગો પર માનવમેદની જોવા મળી રહી છે. જગત મંદિર દ્વારકામાં આજે સવારથી દર્શનાર્થીઓનો જોરદાર ધસારો છે, જેના કારણે અહીં તમામ સુવિધાઓ ટૂંકી પડી રહી છે.
ભારતીય સંસ્કૃતિમાં ધર્મનું ખુબ જ મહત્વ છે, અને આ વખતે ગુજરાતી અને હિન્દી પંચાંગ અનુસાર અધિક માસ આવ્યો છે. હાલામાં ગુજરાત અને ભારતીય પંચાંગમાં અધિક માસ ચાલી રહ્યો છે. આ વખતે 18મી જુલાઈ 2023થી 16મી ઓગસ્ટ સુધીનો મહિનો અધિક માસનો મહિનો છે, અને ગુજરાતીમાં પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. અધિક માસ ભગવાન વિષ્ણુ પ્રિયનો માસ છે, આથી આ માસને ભક્તો વધુ સારી રીતે પૂજન, અર્ચન અને સેવા-ભાવથી વિતાવે છે.
અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આજે છેલ્લુ અઠવાડિયુ હોવાથી ગુજરાતની પવિત્ર દ્વારકા નગરીમાં હરીના દર્શને લાખો ભક્તોની ભીડ જમા થઇ છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી શ્રી હરીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે, અહીં તેની તસવીરો પણ સામે આવી છે. આજે વહેલી સવારથી જ કાળિયા ઠાકોરના દર્શને શ્રદ્ધાળુઓ અને પ્રવાસી ભાવિકોનો જોરદાર ઘસારો દેખાઇ રહ્યો છે. દ્વારકા જગત મંદિર તરફ જતા માર્ગો પર માનવ મહેરામણ ઉમટ્યુ છે. ખાસ વાત છે કે, આજે આખો દિવસ મંદિરમાં ચિક્કાર ભીડ રહેશે.