એક પુત્રને જન્મ આપ્યા બાદ આ 33 વર્ષની એક્ટ્રેસ હવે ફરીથી જશે સ્કૂલમાં ભણવા, જાણો વિગતે
ટીવીની દુનિયામાંથી બ્રેક લીધા બાદ 33 વર્ષીય મિહિકા વર્મા આજકાલ ફેમિલી અને મિત્રો સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહી છે. મિહિકાએ યુએસમાં રહેતા NRI આનંદ કપાઇ સાથે લગ્ન કર્યા છે. તેને તાજેતરમાં એક પુત્રને જન્મ આપ્યો છે. હવે પુત્ર જન્મના ત્રણ મહિના બાદ તેને ભણવાનો નિર્ણય કર્યો છે આ અંગેની માહિતી તેના ભાઇ મિસક્ટ વર્માએ એક પૉસ્ટ કરીને આપી છે. ટીવી શૉ યે હૈ મોહબ્બતેમાં મિહિકા વર્માના રૉલને લોકોએ ખુબ પસંદ કર્યો. શૉ છોડ્યા બાદ તેને લગ્ન કરી લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, મિહિકા વર્મા એક ઇન્ડિયન ટેલિવિઝી એક્ટ્રેસ અને પૂર્વ મૉડલ છે. તેને 2004માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો તાજ જીત્યો હતો અને મિસ ઇન્ટરનેશનલ 2004 સ્પર્ધામાં ભારતને રિપ્રેઝેન્ટ કર્યું હતું.
મુંબઇઃ બૉલીવૂડ સ્ટાર્સ હંમેશા કંઇકને કંઇક વાતોને લઇને ચર્ચામાં રહે છે. હવે ટીવી એક્ટ્રેસ અને હૉટ મૉડલ રહેલી મિહિકા વર્મા ચર્ચામાં આવી છે. મિહિકા વર્મા હવે ફરીથી સ્કૂલની લાઇફ જીવવા માટે તૈયાર થઇ ગઇ છે, એટલે કે ફરીથી સ્કૂલમાં ભણવા જઇ રહી છે.
હવે રિપોર્ટ્સ છે કે, એક્ટ્રેસ મિહિકા વર્માએ અમેરિકાની એક કૉલેજમાં એડમિશન લીધુ છે અને તે ફરીથી સ્કૂલના દિવસોને એન્જૉય કરશે. તેને એક બિઝનેસ સ્કૂલમાં એડમિશન લીધું છે અને તેને ક્લાસ એટેન્ડ કરવાના પણ શરૂ કરી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -