મુંબઇઃ બૉલીવુડની મૉસ્ટ ગૉર્ઝિયસ એક્ટ્રેસ મૌની રૉયની સુંદરતાનો અંદાજ તેના ઇન્સ્ટાગ્રામ પરથી લગાવી શકાય છે. એક્ટ્રેસ એકાઉન્ટ એકથી એક ચઢિયાતા પૉઝથી ભરેલુ પડ્યુ છે. એક્ટ્રેસને ઇન્ડસ્ટ્રીની અંદર અને બહાર લાખો લોકો લાઇક કરે છે. એક્ટ્રેસ પોતાના કાતિલ લૂકની ઝલક અવારનવાર ફેન્સની સામે શેર કરતી રહે છે, પરંતુ આ વખતે એક્ટ્રેસે તેનાથી વધુ એક સ્ટેપ આગળ પોતાનો સુપર લૂક શેર કર્યો છે. એક્ટ્રેસ બેકલેસ ડ્રેસમાં સિઝલિંગ તસવીરો શેર કરી છે, જુઓ...... 


મૌની રૉયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં જોઇએ તો, તેને એક વ્હાઇટ કલરનુ લૉન્ગ બેકલેસ ગાઉન પહેરેલુ છે, અને આમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી છે. આ અવતારમાં એક્ટ્રેસે સિઝલિંગ ડ્રેસની સાથે ન્યૂડ લિપસ્ટિક લગાવી છે, આંખોમાં કાજલ અને આઇલાઇનરની સાથે એક્ટ્રેસે પોતાના લૂકને કમ્પલેટ કર્યો છે. આ ઉપરાંત મૌની રૉયે પોતાના વાળોમાં જેલ લગાવીને વેટ લૂક આપ્યો છે, એટલુ જ નહીં એક્ટ્રેસ મિરર સામે જોઇને એકદમ કિલર પૉઝ આપતી દેખાઇ રહી છે. 






મૌની રૉયનો આ બેકલેસ ડ્રેસ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, ફેન્સ તેના પર જુદીજુદી કૉમેન્ટ્સ કરી રહ્યાં છે, અને તસવીરોને શેર પણ કરી રહ્યાં છે. 


એક્ટ્રેસે મૌની રોયે પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર લગ્ન કરી લીધા છે. મૌની અને સૂરજના લગ્ન 27 જાન્યુઆરી 2022ના રોજ ગોવામાં તેમના પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં થયા હતા.


 


























---


 



--