વીડિયોમાં જોઈ શકો છો કે નિયા એક પાનવાળાની દુકાને ઊભેલી જોવા મળે છે. પાનવાળો તેને ફાયર પાન બનાવીને આપે છે. પહેલા તો પાનમાંથી આગ નીકળતી જોઈને નિયા ડરી ગઈ. તેમ છતાં તેણે હિંમત કરીને પાન ખાધું. જો કે, ત્યારબાદ તેણે એવો ચહેરો બનાવ્યો કે જોઈને કોઈને પણ હસવું આવી જાય.
આ મજેદાર વીડિયોને થોડા જ કલાકોમાં 6 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. નિયા સોશિયલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ રહેતા સેલિબ્રિટીઝ પૈકીની એક છે. નિયા વર્ષ 2017માં એશિયાની ટોપ 50 સેક્સી મહિલાઓની યાદીમાં બીજા નંબરે હતી. આ ઓનલાઈન પોલ એક બ્રિટિશ ન્યૂઝપેપર ઈસ્ટર્ન આઈએ કરાવ્યો હતો.