મુંબઈ: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંરી હુમલા બાદ પાકિસ્તાનને લઈને પંજાબના મંત્રી અને કૉંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ આપેલા નિવેદનને લઈને ચાલી રહેલો વિવાદ હજુ શાંત નથી થયો. નવજોત સિંહ સિદ્ધુનુ કહેવું છે કે તેણે કંઈ ખોટુ નથી કહ્યું અને તેના નિવેદનને ખોટી રીતે મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. હવે પુલવામા હુમલાને લઈને સિદ્ધુના નિવેદનનું સમર્થન કરવા પર ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ એક્સ સ્પર્ધક શિલ્પા શિંદે સોશિયલ મીડિયા પર લોકોના નિશાના પર આવી ગઈ છે.




નવજોત સિંહ સિદ્ધુના નિવેદનનું સમર્થન કર્યા બાદ યૂઝર્સે શિલ્પા શિંદેને ઈન્ટરનેટ પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. કેટલાક યૂઝર્સે તો તેને બળાત્કારની ધમકી પણ આપી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શિલ્પાએ કહ્યું, હું હવે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવા જઈ રહી છું. આ લોકોએ મહિલા પત્રકાર અને અન્ય મહિલાઓને લઈને પણ આ પ્રકારના હુમલાઓ કર્યા છે. સમય આવી ગયો છે કે આ પ્રકારના લોકો પર કાર્યવાહી કરવામાં આવે.

વાંચો: પુલવામાં હુમલા પર આખરે બોલિવૂડના આ સ્ટારે તોડ્યું મૌન, ગુસ્સામાં લીધો આ મોટો નિર્ણય

હું આવા લોકોને પણ આતંકવાદી કહીશ, કારણ કે તેમની હરકતો પણ લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવી છે. નવજોત સિંહ સિદ્ધુએ શું ખોટું કહ્યું? લોકો બસ તેમના નિવેદનોને ખોટી રીતે રજૂ કરવા માંગે છે. નવજોત સિંહ સિદ્ધુએ ક્યારે આતંકવાદનું સમર્થન કર્યું?