મુંબઈ: હાલમાં ટીવી સીરિયલ ‘ઈશારો ઈશારો’ની અભિનેત્રી સિમરન પરીંઝાની તબિયત અચાનક લથડી હોવાની વાત સામે આવી છે. સિમરન શૂટિંગ દરમિયાન સેટ પર જ બેભાન થઈને ઢળી પડી હતી તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. એક ખાનગી ન્યુઝપેપરના રિપોર્ટ પ્રમાણે, સિમરનને ઘણાં દિવસથી ગળામાં ઈન્ફેક્શન હતું પરંતુ કામમાં વ્યસ્ત હોવાના કારણે તે ડોક્ટર પાસે જઈ શકતી નહોતી.
આ વિશે વાત કરતાં સિમરને કહ્યું હતું કે, ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની રીત અલગ છે. અમને બ્રેક તો મળે છે પરંતુ નોકરીની જેમ રજા મળતી નથી. હું છેલ્લા ઘણાં દિવસથી બીમાર છું પરંતુ ડોક્ટર પાસે જઈ શકી ન હતી. કારણ કે અમે લગ્નનું એક સીકવન્સ શૂટ કરી રહ્યાં છીએ.
એક દિવસ શૂટની વચ્ચે જ હું બેભાન થઈને ઢળી પડી હતી. મને લાગે છે કે, મેં મારી હેલ્થનું ધ્યાન રાખ્ય નહીં, તેની મને સજા મળી છે. મને તે સમયે જ સારવાર આપવામાં આવી હતી અને રજા લેવા માટેનું કહેવામાં આવ્યું હતું. હું હવે ઠીક છું અને કામ પર પરત જઈ રહી છું કારણ કે આ સમયે શોનો ટ્રેક મારા રોલ પર ફોક્સ છે.