નડિયાદઃ નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશનમાં સુવ્રત સ્વામિ ગુરૂભક્તિ સંભવ સ્વામિ સામે સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે દેવ સ્વામિ ગુરૂ નિલકંઠ ચરણ સ્વામિ અને સંત વલ્લભ સ્વામી સામે આ કેસમાં મદદ કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદીનો 15 વર્ષીય પુત્ર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સુવ્રત સ્વામીના પાર્ષદ તરીકે રહીને વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતો હતો.
સુવ્રત સ્વામિએ ફરિયાદીના સગીર પુત્રને ગુરૂની સેવા કરવી તથા ગુરૂની આજ્ઞાનું પાલન કરવું તેમ જણાવી તેની પાસે જુદા-જુદા કામો કરાવી તેમજ પગ દબાવડાવી અને સગીર પર દાનત બગાડી તેની મરજી વિરૂદ્ધ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરી તેમજ ઋષિકેશ લઈ જઈ ત્રણ મહિના દરમિયાન સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરીને ધમકીઓ આપી હતી.
ફરિયાદી તથા તેના પુત્રને સેવકો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. તેમજ બીજા બે કિશોરો સાથે પણ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરી અને ફરિયાદીના સગીર પુત્રને આરોપી દેવ સ્વામી ગુરૂ નિલકંઠ તેમજ સંત વલ્લભ સ્વામિએ સુવ્રત સ્વામિએ કરેલા કૃત્ય બાબતે વાત કરતાં બન્નેએ એકદમ ઉશ્કેરાઈ ગમે તેમ બોલી સુવ્રત સ્વામિને મદદ કરી હતી.
વડતાલ: તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતાં ત્રણ સ્વામી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
abpasmita.in
Updated at:
10 Sep 2019 11:10 AM (IST)
સુવ્રત સ્વામિએ ફરિયાદીના સગીર પુત્રને ગુરૂની સેવા કરવી તથા ગુરૂની આજ્ઞાનું પાલન કરવું તેમ જણાવી તેની પાસે જુદા-જુદા કામો કરાવી તેમજ પગ દબાવડાવી અને સગીર પર દાનત બગાડી તેની મરજી વિરૂદ્ધ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરી તેમજ ઋષિકેશ લઈ જઈ ત્રણ મહિના દરમિયાન સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરીને ધમકીઓ આપી
- - - - - - - - - Advertisement - - - - - - - - -