નવી દિલ્હીઃ ટેલીવિઝનના  જાણીતા સ્ટાર સિદ્ધાંત કાર્નિક અને મેઘા ગુપ્તાના ચાહકો માટે ખરાબ સમાચાર છે. કહેવાય છે કે, કપલ હવે છૂટાછેડા લેવા જઈ રહ્યું છે. બન્ને પાછલા વર્ષના માર્ચ મહિનાથી અલગ રહી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ તેમણે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.

સિદ્ધાંત કાર્નિક અને મેઘા ગુપ્તાના લગ્ન વર્ષ 2016માં થયા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલ એક ઇન્ટરવ્યૂમાં સિદ્ધાંતે ખુલીને પોતાના સંબંધ વિશે વાત કરી છે. તેણે કહ્યું, ‘લગ્ન સરળ નથી હોતા. અમારા કેસમાં અમે ધિરજ ગુમાવી દીધી હતી. દરેક સંબંધમાં સૌથી વધારે જરૂરી માનસિક શાંતિ હોય છે.’ સિદ્ધાંતે ખુલાસો કર્યો કે તેમણે બન્નેએ સંબધનને બચાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો.



સિદ્ધાંતે કહ્યું કે, ‘ડિવોર્સ લેવાથી સ્થિતિ વધારે ખરાબ થાય છે. પરંતુ સૌભાગ્ય રીતે અમારી સાથે ખરાબ થયું નહીં. તેવું એટલા માટે કારણ કે હું અને મારી પત્ની મેઘા ત્યારે અલગ થયા જ્યારે અમારી વચ્ચે થોડો પ્રેમ હતો. જેણે અમને અલગ થવામાં મદદ કરી. લગ્ન માત્ર બે વ્યક્તિ વચ્ચે નહીં પરંતુ બે પરિવાર વચ્ચે થાય છે. સૌથી સારી વાત એ છે કે અમારા પરિવારને પણ લાગ્યું કે જીવન લગ્ન કરતાં વધારે મહત્વનું છે’.

એક્ટરે આગળ કહ્યું કે, ‘હાલ તો હું મારી સાથે જ રિલેશનમાં છું અને સારો સમય પસાર કરી રહ્યો છું. હાલ, તો હું માત્ર મારા માટે જ છું અને રિલેશનશિપમાં હોવાની મારી પ્રાથમિકતા નથી’.

આપને જણાવી દઈએ કે, મેઘા અને સિદ્ધાંત 2015માં એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. ત્યાંથી જ પ્રેમની શરૂઆત થઈ અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધા.