મુંબઈઃ વિશ્વભરમાં ફેલાઈ રહેલા ખતરનાક કોરોના વાયરસના કારણે IPL 2020 પર ખતરો ઊભો થયો છે. ક્રિકેટના મહાકુંભ સમાન ગણાતી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં વિશ્વના લગભગ તમામ ધૂરંધર ખેલાડી ભાગ લે છે. સરકારે તમામ વિદેશી નાગરિકોના 15 એપ્રિલ સુધી વિઝા રદ્દ કરી દીધા છે. જેના કારણે આઈપીએલમાં વિદેશી ખેલાડીઓનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.  જોકે હવે અટકળો થઈ રહી છે કે આઈપીએલને રદ્દ કરવામાં આવી શકે છે. આ સંદર્ભમાં 14 માર્ચે આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિંગની બેઠક બોલાવવામાં આવી છે.

બીસીસીઆઈએ કોરોના વાયરસની સ્થિતિ અને આઈપીએલ 2020 પર વિચાર કરવા બોલાવેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ ટુર્નામેન્ટને રદ્દ કે સ્થગિત કરવાનો ફેંસલો લેવામાં આવી શકે છે.


વિશ્વમાં સૌથી લોકપ્રિય ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન માટે મહારાષ્ટ્ર કેબિનેટે મોટો ફેંસલો લીધો છે. જે અંતર્ગત મુંબઈમાં આઈપીએલ મેચ તો રમાશે પરંતુ દર્શકો વગર. એટલું જ નહીં આ મેચો માટે બીસીસીઆઈ ટિકિટ પણ નહીં વેચે.

આઈપીએલને રદ્દ કરવા માટે મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી છે. વકીલ જી એલેક્સ બેનજીગરે એક પીઆઈએલ કરી છે. અરજીકર્તાએ જણાવ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશનની વેબસાઈટ અનુસાર અત્યાર સુધી કોરોના વાયરસની ખાસ દવા કે તેનાથી બચવાની સારવાર ઉપલબ્ધ નથી. અરજીકર્તા અનુસાર કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ એક મહામારી જેવી સ્થિતિ બની ગઈ છે.

IND vs SA: ટીમ ઈન્ડિયામાં છવાયો કોરોનાનો ડર, BCCIએ માર્ગદર્શિકા જાહેર કરી કહ્યું- ફેન્સ સાથે સેલ્ફી પણ નહીં લઈ શકો

IND vs SA: આજે પ્રથમ વન ડે, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઈવ ટેલિકાસ્ટ

Coronavirus: ભારત સરકારે તમામ વિદેશી નાગરિકો માટે 15 એપ્રિલ સુધી વિઝા રદ્દ કર્યા, WHO એ જાહેર કરી મહામારી